- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ફ્રેન્કલિન ટેમ્પલટોન મ્યુચ્યુઅલ ફંડને 9 જૂને સવારે 9 કલાકે શરૂ થનાર ઈ-વોટીંગ અટકાવવાની ફરજ પડી હતી. વાઇન્ડઅપ પ્રોસેસ માટે રોકાણકારોના ઇ-વોટિંગ પ્રોસેસ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે અને દિલ્હી હાઇકોર્ટમાં પણ પિટિશન થઇ છે. જેથી રોકાણકારો સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે અને વાઇન્ડ અપ પ્રોસેસને પડકારી છે.
ગુજરાતના રસના ગૃપના પ્રમોટરો ફ્રેન્કલિન ટેમ્પલટની સ્કીમમાં યુનિટહોલ્ડર છે. તેમની પૂર્વમંજૂરી વગર વાઇન્ડઅપ પ્રોસેસ શરૃ થતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી હતી અને કોર્ટ ઇ-વોટિંગ પર સ્ટે આપ્યો છે. જેની સામે ફ્રેન્કલિન ટેમ્પલટને સ્ટે હટાવવા માટે પિટિશન કરી છે. બીજી તરફ દિલ્હીના કેટલાંક રોકાણકારોએ પણ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરી વાઇન્ડ અપ પ્રોસેસને પડકારી છે અને તેમાં સેબી અને ફ્રેન્કલિન ટેમ્પલટનને નોટિસ પાઠવવામાં આવી છે. જેથી હવે રોકાણકારો સુપ્રીમમાં પહોચ્યા છે.
રોકાણકારોનો આક્ષેપ છે કે ફ્રેન્કલિન ટેમ્પલટન ગૃપ ફંડનો યોગ્ય વહીવટ કરવામાં અને રોકાણકારોનું હિત જાળવવામાં નિષ્ફળ ગયું છે. જેથી આ ફંડમાં એક વહીવટદારની નિમણૂક થવી જોઇએ. આ પિટિશનો અ ંગે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.અત્રે નોંધનીય છે કે ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન મ્યુચ્યુલ ફંડે તેની ડેબ્ટ સ્કીમમાંથી 6 સ્કીમ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ તમામ સ્કિમોનો એસેટ બેઝ રૂ.25,856 કરોડ છે. કંપનીએ કોરોના વાયરસને કારણે લાગુ થયેલ લોકડાઉનને આ માટે જવાબદાર ઠેરવ્યું હતું.