- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : જે મ્યુ ફંડ કંપનીઓએ ઝી એટલે કે એસ્સેલ ગ્રૂપને ઋણ આપ્યુ છે તે મ્યુ. ફંડને તેમના રોકાણકારોને ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાનમાં રોકાણ રોકી દીધુ છે. જે એફએમએફની મેચ્યોરિટીની તારીખ નજીક છે તેમના રોકાણકારો સંપૂર્ણ રકમ આપવાની સ્થિતિમાં નથી જેના કારણે ઝી ગ્રૂપના શેરમાં રિક્વરીમાં વિલંબ થઈ રહ્યુ છે. કોટક મ્યુ. ફંડની ૬ એફએમપીના ઈન્વેસ્ટર્સને સંપૂર્ણ મેચ્યોરિટી વેલ્યુ રિડમ કરવાની સ્થિતિમાં નથી. બીજી બાજુ એચડીએફસી મ્યુ. ફંડ તેના રોકાણકારોને જણાવ્યુ છે કે, તેમનો મેચ્યોરિટી પીરિયર્ડ એક વર્ષ સુધી વધારવામાં આવી ગયો છે.
નાણા મળશે કે નહિં તેને લઈને અનિશ્ચિતતા
કોટક મ્યુ. ફંડથી પ્રભાવિત એફએમપીના રોકાણકારોને અત્યારે મેચ્યોરિટીની રકમનો એક હિસ્સો મળશે. તેમણે જે રકમ મળશે તે એફએમપીના બીજા હોલ્ડિંગ વેલ્યુની બરાબર રહેશે. રોકાણકારોને બાકી ચુકવણી ત્યારે થશે જ્યારે ફંડ હાઉસને બીજી કંપનીઓ પાસેથી બાકીની રકમ મળશે. અત્યારે એફડીએફસી મ્યુ. ફંડ એફએમપીને જણાવ્યુ છે કે, તેમના રોકાણકારોને મેચ્યોરિટીની તારીખને એક્સટેંશન કરવુ પડશે અથવા એક્ઝિટ લેવું પડશે. એક્ઝિટ લેનારા રોકાણકારોને મેચ્યોરિટી તારીખે એનએવી ઉપર રિડેપ્શન કરવુ પડશે. તેમાં જે પેમેન્ટ મળશે તેમાં ઝી ગ્રૂપની હોલ્ડિંગનો હિસ્સો નહિં હોય. જે રોકાણકાર મેચ્યોરિટી તારીખના લંબાવવા માટે તૈયાર થઈ જશે તેની સંપૂર્ણ રકમ મળી શકે છે જો કે, તેમા પણ કંપનીઓ ફંડ હાઉસને સંપૂર્ણ રકમ આપી હોવી જોઈએ.