- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં નીચલા લેવલે મે માસમાં શાર્પ રિકવરી જોવા મળી છે. કોરોનાના કપરાકાળમાં સમગ્ર દેશ લોકડાઉનમાં બધા જ ઘરે બેઠા હતા અને તમામ આર્થિક ગતિવિધિઓ અટકી હતી તેથી આવકના સ્ત્રોત ઘટતા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ નહિવત જોવા મળ્યું છે.
માર્ચના અંતે લાગુ કરેલ લોકડાઉન બાદ મે માસમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્ફલો ઘટ્યું હતુ અને ગત મહિને એટલે કે મે માસમાં સતત બીજા મહિને રોકાણ ઘટ્યું છે.
ઈક્વિટી અને ઈક્વિટી આધારિત સ્કીમમાં મે માસમાં નેટ ઈન્ફલો 15% ઘટીને 5236 કરોડ રહ્યો છે. એપ્રિલ માસમાં લોકડાઉનને પગલે ઈન્ફલો અડધો થયો હતો,તેમ એસોશિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડિયાએ જાહેર કરેલ આંકડામાંથી જાણવા મળ્યું છે.
ઈક્વિટી આધારિત દરેક સ્કીમમાં ગત મહિને રોકાણ ઘટ્યું છે. મિડકેપમાં રોકાણ અત્યાર સુધીના ઐતિહાસિક તળિયે એટલેકે AMFIએ જ્યારથી આંકડા જાહેર કરવાનું શરૂ કર્યું(એપ્રિલ, 2019) ત્યાર બાદનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. લાર્જકેપમાં પણ ઈન્ફલો ઘટ્યો છે.
SIPમાં રસ ઘટ્યો પરંતુ, ચિતાની સ્થિતિ નહિ :
આજે જાહેર થયેલ આંકડામાં જોવા મળ્યું કે નાના રોકાણકારો માટે શેરબજાર સહિત રોકાણ કરવાનું પરોક્ષા સાધન SIPમાં પણ કોરોનાકાળની અસર જોવા મળી છે. મે માસમાં SIP થકી રોકાણ 8123 કરોડ રહ્યું છે,જે છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછું છે પરંતુ, મહત્વની વાત એ છે કે સતત 18મા મહિને SIP 8000 કરોડથી વધુ રહ્યું છે.
માર્ચના રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ બાદ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણમાં બે જ માસમાં 6%નો નોંધપાત્ર કડાકો ચિંતાનો વિષય છે પરંતુ, દિવાળી સુધી ફરી સ્થિતિ સુધરવાની આશા મિરાયે એસેટ મેનેજમેન્ટના CEO સ્વરૂપ મોહન્તીએ સેવી છે.
સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરની વાત કરીએ તો એપ્રિલ માસના 46,000 કરોડના ઈક્વિટી, ડેટ અને કુલ રોકાણની સામે મે માસમાં 70,813 કરોડનું રોકાણ આવ્યું છે. કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ માસિક 3% વધીને 23,52,878 કરોડથી વધીને મે માસમાં 24,28,438 કરોડ રહી છે.