- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓમાં ડેટ મ્યુ. ફંડ્સનું એક્સપોઝર રૂ.૪ર,૦૦૦ કરોડ ઘટીને રૂ.ર.ર૪ લાખ કરોડ થયુ છે. કેર રેટિંગની તાજેતરની રિપોર્ટ અનુસાર, મે ર૦૧૯ સુધીમાં એનબીએફસીના કોમર્શિયલ પેપરમાં મ્યુ. ફંડ્સનો હિસ્સો ૮.૦૮ ટકા હિસ્સો ધરાવે છે જેનું મુલ્ય રૂ.૧.૧૮ લાખ કરોડ આંકવામાં આવે છે.
મેમાં એમબીએફસીમાં મ્યુ.ફંડ્સનું કુલ એક્સપોઝર રૂ.ર.ર૪ લાખ કરોડ હતુ જે અગાઉના વર્ષના જુલાઈના એક્સપોઝરની તુલનાએ રૂ.૪ર,૦૦૦ કરોડનો ઘટાડો દર્શાવે છે. લિક્વિડિટીની સમસ્યા શરૂ થયા પછી રકમમાં ઘટાડો થવાનો શક્યતા છે. ગત વર્ષના જુલાઈ સુધીમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સપોર્ટ બોર્ડ ઓફ ઈન્ડિયાએ એનબીએફસીના કોમર્શિયલ પેપરમાં રૂ.૧.પ૭ લાખ કરોડનું રોકાણ કર્યુ હતું.
નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં કટોકટીની સમસ્યા જુલાઈ ર૦૧૮ સુધી થઈ હતી જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ ડિફોલ્ટ જાહેર થઈ હતી. એનબીએફસીમાં ડેટ મ્યુ. ફંડ્સનો સૌથી વધારે હિસ્સો ૯૦ દિવસ કરતા ઓછા શોર્ટ ટર્મ ફંડનો છે.
સેબીના આંકડા અનુસાર, ડેટ મ્યુ. ફંડ્સે મે ર૦૧૯ સુધી વિવિધ ડેટ સેગ્મેન્ટમાં રૂ.૧૪.૬૪ લાખ કરોડનું રોકાણ કર્યુ છે જેમાંથી રૂ.૭.૧૪ લાખ કરોડનું રોકાણ ૯૦ દિવસ કરતા ઓછા સમય ગાળાના પેપરમાં કરવામાં આવ્યુ છે. જ્યારે રૂ.૪.૭પ લાખ કરોડનું રોકાણ એક વર્ષ કરતા વધારેના પેપરમાં કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટ ડેટ પેપરમાં બોન્ડ, નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે.