- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
કોલકાતાઃ ફાઈનાન્સિયલ માર્કેટમાં જે ખળભળાટ મચ્યો છે, જે ટૂંક સમયમાં ઈકોનોમી પર અસર કરી શકે છે. આ સંકટની શરૂઆત નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઝ (એનબીએફસી) પાસે રોકડના અભાવે થઈ છે. જેના કારણે કન્ઝમ્પશન અને ઈન્વેસ્ટમેન્ટ માટે ફંડની અછત થઈ શકે છે જેનાથી અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે.
અર્થશાસ્ત્રીઓનાં કહેવા પ્રમાણે, જો બેન્ક એનબીએફસીનું ફંડિંગ રોકી રાખે છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી તેમને પૈસા મળવાનું બંધ થઈ જાય છે તો ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથમાં થોડો ઘટાડો આવી શકે છે. એનબીએફસી લાખોની સંખ્યામાં મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસને ઋણ આપે છે. જે ભારતીય અર્થવ્યવસ્થા અને રોજગારની બુનિયાદ છે.
ગત મહિનાથી મની માર્કેટમાં દર વધવાની શરૂઆત થઈ હતી. તેના પછી કોઈ ઓફિશિયલ ડેટા તો આવ્યો નથી પણ ઈકોનોમી પર તેની અસરના સંકેત જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં મોટરસાઈકલ, ટ્રેક્ટર, પ્લાયવુડ અને સિમેન્ટનું વેચાણ ઘટ્યું છે કેમકે લોકો ખરીદી ટાળી રહ્યા છે.
એસબીઆઈ ગ્રૂપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું, ‘ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો અને રૂપિયામાં ઘસારા અગાઉ જ કમ્ઝપ્શન ડિમાંડ પર ખરાબ અસર થઈ રહી હતી. આ દરમિયાન સિસ્ટમમાં રોકડના અભાવે ગ્રોથ પર પણ દબાણ શરૂ થયું છે.’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝના ડિફોલ્ટની અસર પછી બિલ્ડર સુપરટેકના બેન્ક લોન ડિફોલ્ટથી ફાઈનાન્સિયલ માર્કેટનો આંચકો લાગ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ હવે એનબીએફસીના કમર્શિયલ પેપર ખરીદવામાં ખૂબ સાવધાની રાખે છે. એનબીએફસી ક્રાઈસીસથી હાઉસિંગ સેક્ટર પર પણ ખરાબ અસર થઈ શકે છે. જેનું જીડીપીમાં 10 ટકા વેઈટેજ છે. એટલું જ નહીં આ સંકટની અસર સરકારની 2022 સુધીની હાઉસિંગ ફોર ઓલ યોજના પર પણ પડી શકે છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના જીડીપી ગ્રોથ 8.2 ટકા સાથે બે વર્ષમાં સૌથી વધુ રહ્યો હતો. પણ ઓગસ્ટમાં ઔદ્યોગિક ગ્રોથ 4.3 ટકા પર આવ્યા પછી સેન્ટીમેન્ટ નબળું પડ્યું છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2019માં 7.4 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન લગાવ્યું છે. આરબીઆઈએ ગ્રોથ પર પ્રોફેશનલ ફોરકાસ્ટર્સનો સરવે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે ડિસેમ્બર 2018 અને જાન્યુઆરી-માર્ચ 2019 ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7-7.5 ટકા લોઅર એન્ડ આસપાસ રહી શકે છે. લિક્વિડીટી ક્રાઈસીસથી ચાર-છ સપ્તાહમાં નોર્મલ બિઝનેસ પ્રભાવિત થઈ શકે છે. જેનાથી ગ્રોથમાં ઘટાડો આવશે.
આ અંગે કેર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યું હતું, ‘આ ત્રણ ચીજો પર નિર્ભર કરે છે. પ્રથમ, જો હાલનું લિક્વિડિટી સંકટ લાંબા સમય સુધી રહે, બીજું કે જો સેક્ટર એનબીએફસી પાસેથી ઋણ લે છે, શું તેઓ બીજા માર્ગોથી ફંડ એકત્ર કરી શકશે. ઓટો, ટ્રેક્ટર અને હાઉસિંગ સેક્ટર આ મામલે ખાસ કરીને એનબીએફસી પર આશ્રિત છે. ત્રીજું એ કે શું ઈન્ડસ્ટ્રી પાસેથી ઋણ માગી શકે છે.’