- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

બેંગ્લુરુઃ એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ના મેઇડન રિયલ એસ્ટેટ ફંડ એક્સિસ રેરા ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ચેન્નઈ સ્થિત ડેવલપર અક્ષય પ્રાઇવેટ લિમિટેડના ટાઉનશિપ પ્રોજેક્ટમાં 60 કરોડનું રોકાણ કરવાનું પ્રથમ ડીલ કર્યુ છે.
જૂના મહાબલિપુરમ રોડ પર કેલમ્બક્કમ ખાતે આકાર લેનારા ટાઉનશિપ પ્રોજેક્ટ ઓર્લેન્ડોમાં સ્ટ્રક્ચર્ડ ડેટના સ્વરૂપમાં રોકાણ કરવામાં આવ્યું છે અને આમ તે તેના બાંધકામ માટે ભંડોળ આપશે. આ પ્રોજેક્ટ આગામી 45 દિવસમાં શરૂ થાય તેમ મનાય છે.
એપ્રિલમાં એક્સિસ એએમસી જે એક્સિસ બેન્કનું એકમ છે તેણે જણાવ્યું હતું કે તે 400 કરોડથી વધુ કમિટમેન્ટ પર સૌપ્રથમ રિયલ એસ્ટેટ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રચવાના તારણ પર પહોંચી છે. સ્થાનિક સંસ્થાઓ સહિતના રોકાણકારો અને સંપત્તિવાનો તથા પ્રાયોજક એએમસીનો તેમા સમાવેશ થાય છે. ફંડ ટોચના આઠ શહેરોમાં સ્ટ્રક્ચર્ડ ડેટ રૂટે રોકાણ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે તેનું ધ્યેય પ્રોજેક્ટ ડિલિવરીનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા ડેવલપરો સાથે કામ કરવાનું છે, જે ભાવિ વૃદ્ધિની સંભાવના ધરાવે છે.
હું માનું છું કે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ થીમ બેઝ્ડ બનશે અને તેના પ્રોજેક્ટ તે પ્રકારના હશે અને ઓર્લેન્ડો પ્રોજેક્ટ તેનું ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારના મિડ-માર્કેટ સેગમેન્ટ માટે આદર્શ છે એમ એક્સિસ એએમસી રિયલ એસ્ટેટના મેનેજિંગ પાર્ટનર બાલાજી રાવે જણાવ્યું હતું.