- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ સપ્લાય વધવાથી બટાકાના ભાવમાં તોતિંગ ઘટાડો આવ્યો છે. નવેમ્બરના ઉંચા સ્તરેથી હાલ બટાકાના ભાવ લગભગ 70 ટકા જેટલા ઘટી ગયા છે. ઉલ્લેખનિય છે કે, નવેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન દેશમાં જથ્થા બજારમાં બટાકાના ભાવ ઉછળીને 2750થી 2900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયા હતા. તો રિટેલ બજારમાં ક્વોલિટી પ્રમાણ બટાકના ભાવ વધીને 40થી 45 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાયા હતા.
પશ્ચિમ બંગાળના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પતિત પાબન ડેનું કહેવુ છે કે, હકીકતમાં બટાકાના જથ્થાબંધ ભાવ મોટાભાગના ક્ષેત્રોમાં 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને નીચે ઉતરી ગયા છે. બટાકાનો નવો પાછલા વર્ષની તુલનાએ ઘણો વધારે છે કારણ કે ઉંચા ભાવથી આકર્ષાઇ ખેડૂતો ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધાર્યુ છે.
આગ્રાની APMCમાં બટાકાનો ભાવ 850થી 900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે બોલાઇ રહ્યા છે. પંજાબ અને બંગાળના મોટાભાગના બજારોમાં બટાકાની કિંમતો 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઓછી છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં આગ્રામાં બટાકાના ભાવ 1250 રૂપિયા, પંજાબમાં 1600 રૂપિયા અને બંગાળમાં 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાતા હતા.
ગ્રાહક બાબતોના મંત્રાલયના મતે દિલ્હીમાં બટાકાની કિંમતો પાછલા વર્ષના 30 નવેમ્બરના રોજ 45 રૂપિયાની તુલનાએ હાલ 21 રૂપિયા પ્રતિ કિગ્રા છે. તો મુંબઇમાં બટાકાના ભાવ સમીક્ષાધીન સમયગાળામાં 52 રૂપિયાની ઉંચી ટોચથી ઘટીને હાલ 32 રૂપિયા થઇ ગયા છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ પાછલા મહિને ઉત્તર પ્રદેશમાં 4.65 લાખ ટન બટાકાની આવક થઇ હતી. ઓક્ટોબરમાં 2.13 લાખ ટન બટાકાની આવક નોંધાઇ હતી.
ઉંચા ભાવથી લલચાઇ ખેડૂતો એ આ વખત બટાકાનું વાવેતર વધાર્યુ હતુ જો કે નવા પાકની આવ વધવાની સાથે ભાવમાં ભાવ પણ નોંધપાત્ર ઘટી જતા ઉત્પાદકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે ખેડૂતો બટાકાના બિયારણ માટે પ્રતિ ક્વિન્ટલ દીઠ 800થી 1000 રૂપિયા વધારે ચૂકવ્યા હતા ઉપરાંત ખાતરના ભાવ અને મજૂરોની મજૂરી વધતા ઉત્પાદન ખર્ચમાં વધ્યુ છે સામે બજારમાં ભાવ ઘટતા મોટુ નુકસાન થઇ રહ્યુ છે.