- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી- ઝારખંડના રાંચીમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(પીએમ-કિસાન પેન્શન)ની શરૂઆત થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને પ્રીમિયમ ચૂકવવું પડશે અને ૬૦ વર્ષની વય પછી રૂ.૩૦૦૦ જેટલું પેન્શન પ્રાપ્ત થશે.
પીએમ કિસાન માનધન યોજનામાં ખેડૂત જેટલી રકમ ફાળવશે, કેન્દ્ર સરાકાર સામે તેટલી જ રકમ આપશે. આ રકમ ખેડૂતોની ઉંમર મુજબ રૂ.૫૫થી લઈને રૂ.૨૦૦ સુધીની હશે. ૨ હેક્ટર સુધીની જમીન ધરાવનારા ખેડૂતો આ યોજનામાં જોડાઇ શકે છે.
આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ કોમન સર્વિસ સેન્ટર(સીએસસી) પર નોંધણી કરાવવી પડશે.આ યોજના ૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે, પ્રથમ તબક્કામાં પાંચ કરોડ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાવવાનું લક્ષ્યાંક છે.
આ યોજના હેઠળ, ખેડૂતોને ૬૦ વર્ષની વય પૂર્ણ કરવા પર ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળશે. ખેડૂતના મૃત્યુના કિસ્સામાં, તેની પત્નીને માસિક રૂ.૧૫૦૦ પેન્શનની રકમ પ્રાપ્ત થશે.
ખેડુતોએ CSC પર નોંધણી કરાવવાની રહેશે
પ્રધાનમંત્રી કિસાન માનધન પેન્શન યોજનામાં જોડાવા માટે, ખેડૂતોએ તેમનો આધારકાર્ડ અને બેન્ક પાસબુક સાથે નજીકની CSC કેન્દ્ર પર નોંધણી કરાવાની રહેશે. ASP સંચાલિત વી.એલ.ઈ ખેડૂતોની તમામ માહિતી લઈને ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરશે.
નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રજિસ્ટર કરનારા ખેડૂતોને તેની માહિતી પ્રાપ્ત થશે અને તેમના પીએમકેએમવાય પેન્શનકાર્ડ અનન્ય પેન્શન એકાઉન્ટ નંબર સાથે જનરેટ થઈ જશે.