- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com/a
નવી દિલ્હી : કોરોના મહામારી વખતે ભારતના કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહક નિકાસ વૃદ્ધિ દર્શાવી હતી અને હાલના આર્થિક મંદીના માહોલ વચ્ચે પણ વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ 2023માં એપ્રિલથી જુલાઇ સુધીના પ્રથમ ચાર મહિનામાં ભારતમા કૃષિ પેદાશોની કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 30 ટકા વધીને 9.6 અબજ ડોલર નોંધાઇ છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના આંકડા અનુસાર એપ્રિલથી જુલાઇ દરમિયાન દેશમાંથી ફળો અને શાકભાજીની નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23 માટે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે 23.56 અબજ ડોલરની નિકાસનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
બાસમતી ચોખાની નિકાસમાં વર્ષ 2022-23ના પ્રથમ ચાર મહિના દરમિયાન 29.13 ટકાની ઝડપી વૃદ્ધિ જોવા મળી છે કારણ કે, તેની નિકાસ એપ્રિલ-જુલાઈ 2021ના 1.21 અબજ ડોલરથી વધીને એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન 1.56 અબજ ડોલર નોંધાઇ છે. તો સમીક્ષાધીન સમયગાળા દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ 9.24 ટકા વધીને 2.08 અબજ ડોલર થઇ છે. તેવી જ રીતે ડેરી પેદાશોની કુલ નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 61.91 ટકા વધીને 24.7 કરોડ ડોલર નોંધાઇ છે.