- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલની આયાત કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદતા સોમવારે ક્રૂડ ઓઈલ છ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જેની અસર રૂપિયા ઉપર જોવા મળી હતી ગઈકાલે રૂપિયો છ મહિનાને તળિયે પહોંચ્યો હતો જો કે, આજે રૂપિયામાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૬૯.૬રએ ખૂલી સેશન દરમિયાન ૬૯.૮૪ની નીચી અને ૬૯.પ૩ની ઊંચી સપાટી પહોંચી પાંચ પૈસાના સુધારામાં ૬૯.૬ર બંધ હતો.
ચાલુ વર્ષે અત્યાર સુધી ડોલર સામે રૂપિયો ૦.૧પ ટકા મજબૂત થયો છે જ્યારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી ૬.૬૯ અબજ ડોલરની લેવાલી કરી હતી જ્યારે ડેટ માર્કેટમાંથી પ૯૯૦ લાખ ડોલરની વેચવાલી કરવામાં આવી છે. પાઉન્ડ સામે રૂપિયો ૩ર પૈસાની ખરાબીમા ૯૦.પ૩ અને યુરો સામે રૂપિયો ર૭ પૈસાની નરમાઈમાં ૭૮.૩૧ બંધ હતો તો જાપાનીઝ યેન સામે રૂપિયો રપ પૈસાની પીછેહઠમાં ૬ર.રર બંધ હતો. એશિયન કરન્સીઓમાં સાઉથ કોરિયન વોન ૦.૧૩ ટકા મેલેશિયન રિંગિટ ૦.૧ ટકા, ફિલિપાઈન્સ પેસો ૦.૦પ ટકા અને સિંગાપુર ડોલર ૦.૦૪ ટકા વધ્યા હતાં. ડોલર ઈન્ડેક્સ ૦.ઢર ટકાના વધારામાં ૯૭.૩૦એ ક્વોટ થયો હતો.