- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
2 મે, 2022 સોમવાર
Telegram Toncoin : દેશ-વિદેશમાં ચોતરફ ક્રિપ્ટોનો ગાંડોતૂર ક્રેઝ વધી રહ્યો છે. એક બાદ એક કંપનીઓ ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ સ્વીકારી રહી છે. આ જ સંદર્ભમાં હવે આગળ વધવા માટે પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર શરૂ કર્યું છે. નવા ફીચરથી હવે યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ પણ કરી શકશે.
આ નવી સર્વિસિસ સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ યુઝર્સોને ટેલિગ્રામની જ ક્રિપ્ટોકરન્સી ટોનકોઇન-TONCOIN મોકલી શકે છે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નહિ ચૂકવવી પડે. આ ક્રિપ્ટો પેમેન્ટ સર્વિસિસ માટે કંપનીએ ઓપન નેટવર્ક (TON) બ્લોકચેન વિકસાવ્યું છે. આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે અને તેના કન્ફરમેશનની પણ રાહ જોવી પડશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે.
ટેલિગ્રામનો ક્રિપ્ટોનો છે આ વધુ એક પ્રયાસ :
કંપનીએ અગાઉ ક્રિપ્ટો ટોકન અને પેમેન્ટ સિસ્ટમ લાવવાની યોજના બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ આ યોજના કોરણે મૂકવામાં આવી હતી.
ટેલિગ્રામ વર્ષ 2019મા SECના રડાર હેઠળ આવ્યું જ્યારે ટેલિગ્રામે પોતાનું ટોકન ડેવલપ કરવા માટે 1.7 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતુ. SECએ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું. આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર આ પ્રતિબંધ બાદ ટેલિગ્રામના સીઇઓ પાવેલ દુરોવે ટોનકોઇન ટોકન રજૂ કર્યું હતુ. તેને ટેલિગ્રામથી અલગ રાખવામાં આવ્યું હતું. આ કોઈન હવે ટેલિગ્રામ પર ક્રિપ્ટો પેમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
તાજેતરમાં ટેલિગ્રામે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. આ અપડેટ બાદ તેમાં ઘણા ફીચર્સ એડ કરવામાં આવ્યા હતા જેમકે સુધારેલ મેસેજ ટ્રાન્સલેશન, મ્યૂટ ટાઈમ, વધુ એનિમેટેડ ઇમોજી અને અન્ય સર્વિસિસ ઉમેરવામાં આવી હતી.