- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોના પર ચીનમાં મહદઅંશે કાબૂ મેળવાયા બાદ વિદેશમાં તેનો પેસારો વધી રહ્યો હતો અને હવે ભારતમાં પણ આજે બે નવા કેસની પુષ્ટિ થતા ભારતીય શેરમાર્કેટ અને કરન્સી બજારમાં ભૂકંપ આવ્યો છે.
એકસમયે 700 અંકોના ઉછાળા સાથે ટ્રેડ કરી રહેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE ઈન્ડેકસ નવા કોરોના કેસને કારણે એકાએક તૂટ્યો હતો અને એક સમયે 500થી વધુ અંક ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. દિવસના અંતે સેન્સેકસ 153 અંકના ઘટાડે 38,144 અને નિફટી50 ઈન્ડેકસ 69 અંક ઘટીને 11,132ના લેવલે બંધ આવ્યા છે.
શેરબજારની સીધી અસર રૂપિયાની ચાલ પર જોવા મળી હતી. શુક્રવારના બંધ ભાવ 72.17 પ્રતિ યુએસ ડોલરની સામે રૂપિયો સોમવારે સવારે 8 પૈસાના સુધારે 72.09 પર ખુલ્યો હતો. જોકે કોરોનાના હાઉ વચ્ચે ભારે કડાકો રૂપિયામાં પણ બોલાયો અને દિવસના અંતે રૂપિયો ડોલરની સામે 55 પૈસાની નરમાઈ સાથે 72.72 પ્રતિ યુએસ ડોલર પર બંધ આવ્યો છે.
ઈન્ટ્રાડેમાં રૂ. 72.01નો હાઈ બતાવ્યા બાદ દિવસના અંતે રૂપિયો ડોલરની સામે 72.72 પર બંધ આવ્યો છે.
ડોલરની સામે રૂપિયાનો માર્ચનો વાયદો(ફ્યુચર કોન્ટ્રાકટ) બીએસઈ ખાતે 73.00 પર બંધ આવ્યો છે અને એપ્રિલ વાયદો NSE ખાતે 72.97 પર જોવા મળી રહ્યો છે.