- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદઃ શેરબજારમાં વિદેશી મૂડીપ્રવાહ આવી રહ્યો છે એવા સંકેત અને ક્રુડ ઓઈલાના નબળા ભાવ વચ્ચે ડોલર સામે રૂપિયો આજે વધ્યો હતો.
ડોલર સામે બુધવારે ૭૫.૭૨ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે ૭૫.૭૬ની સપાટીએ નરમ ખુલ્યો હતો. અમેરિકન શેરબજારમાં વેચવાલીના કારણે ડોલર મજબૂત હતો અને તેની અસરથી ભારતીય રૂપિયો પણ ઘટ્યો હતો. જોકે, પછી ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી નીકળતા રૂપિયો પણ વધ્યો હતો અને દિવસની ઉંચી સપાટી ૭૫.૫૭ થઇ દિવસના અંતે ૭૫.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, રૂપિયો આજે પાઉન્ડ, યુરો અને યેન જેવી અન્ય ટોચની કરન્સી સામે પણ વધ્યો હતો.
દરમિયાન શેરબજારમાં વેચવાલી અને કોરોના મહામારીનો બીજો તબક્કો આવી રહ્યો હોવાના સંકેત સાથે વૈશ્વિક બજારમાં સલામતી તરફ દોટ જોવા મળી હતી. આ કારણોથી ડોલર બુધવારે વધ્યો હતો. ડોલર ઇન્ડેક્સ ૦.૫૪ ટકા વધ્યો હતો અને આજે પણ તે ૦.૨૬ ટકા વધી ૯૭.૩૮૮ની સપાટી ઉપર છે.
ડોલર ૭૫.૬૩૪૯
યુરો ૮૫.૦૬૭૬
પાઉન્ડ ૯૩.૯૧૮૪
યેન ૭૦.૫૭