- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : એપ્રિલમાં ફુગાવો ઘટીને ૪.૧ ટકા રહ્યો છે જ્યારે મે ફુગાવો ૪.૩ ટકા હતો. બીજી બાજુ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મેમાં ૩.૦પ ટકા હતો. તેની સાથે આઈઆઈપી ગ્રોથ સુધરીને ૩.૪ ટકા રહી છે. આની વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૧૭ પૈસાની નરમાઈમાં ૬૯.પ૧ બંધ હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૬૯.૩પએ ખૂલી સેશન દરમિયાન ૬૯.પ૬ની નીચી અને ૬૯.૩૧ની ઊંચી સપાટીએ અંતે ૧૭ પૈસાની ખરાબીમાં ૬૯.પ૧ બંધ હતો.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૦.૧૭ ટકા વધ્યો છે જ્યારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી ૧૧.૩૬ અબજ ડોલરની લેવાલી કરી હતી જ્યારે ડેટ માર્કેટમાંથી ૧.૩૪ અબજ ડોલર ઠાલવ્યા છે. આજે એશિયન કરન્સીમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં થાઈ બહત ૦.૧પ ટકા, ફિલિપાઈન્સ પેસો ૦.૦૬ ટકા વધ્યા હતાં જ્યારે તાઈવાન ડોલર ૦.ર૪ ટકા, સાઉથ કોરિયન વો ૦.૧૯ ટકા અને ઈન્ડોનેશિયો રૂપી ૦.૧૭ ટકા ડાઉન હતાં.
અન્ય કરન્સીમાં પાઉન્ડ સામે રૂપિયો ૧૯ પૈસાની મજબૂતમાં ૮૮.૦૭ બંધ હતો જ્યારે યુરો સામે રૂપિયો ૦.૦૭ ટકાની ખરાબીમાં ૭૮.પપ અને યેન સામે રૂપિયો ૧૧ પૈસાની પીછેહઠમાં ૬૪.૧૦ બંધ હતો. ડોલર ઈન્ડેક્સ ૦.૦૮ ટકા ઘટી ૯૬.૯ર ક્વોટ થયો હતો.