- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઈ- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે, ડોલર-રૂપિયાની એક્સચેન્જની બીજી હરાજીમાં ૫ અબજ ડોલરની નિશ્ચિત હરાજી કરતાં તેને ત્રણ ગણી વધુ બિડ પ્રાપ્ત થઈ છે. બીજી હરાજીમાં, સેન્ટ્રલ બેન્કને પાંચ અબજ ડોલરની સરખામણીએ ૧૮.૬૫ અબજ ડોલરનું સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત કર્યું છે. આ પહેલાં બેન્કે ૨૬ માર્ચના રોજ આ પ્રકારની પ્રથમ હરાજી કરી હતી.
બજારમાં રોકડની તફાવતને ભરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં તે બેન્કો પાસેથી ત્રણ વર્ષ માટે ડોલર ખરીદે છે, અને તેના બદલામાં તેને રૂપિયા આપે છે. રિઝર્વ બેન્કે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે,તે મે મહિનામાં ઓપન માર્કેટ ઓપરેશન્સ હેઠળ રૂ.૨૫,૦૦૦ કરોડની સરકારી જામીનગીરીઓ ખરીદશે.
આરબીઆઈએ ૨૬મી માર્ચના રોજ, સામાન્ય ચૂંટણીઓ અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની નજીક પ્રવાહિતા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રથમ ફોરેક્સ સ્વેપ હરાજી હાથ ધરી હતી. આ સમયે, તેણે ૫.૦૨ અબજ ડોલરની સમાન ઓફર જાહેર કરી હતી અને તેને કુલ ૧૬.૩૧ અબજ ડોલરની કુલ ૨૪૦ ઓફર્સ પ્રાપ્ત થઈ હતી. આ પ્રતિભાવે આરબીઆઈને ૨૩ એપ્રિલના રોજ ફોરેક્સ સ્વેપ હરાજીની જાહેરાત કરવાની વિનંતી કરી હતી.
રિઝર્વ બેન્કે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે, તે મે મહિનામાં ઓપન માર્કેટ ઓપરેશન્સ હેઠળ રૂ.૨૫,૦૦૦ કરોડની સરકારી જામીનગીરીઓ ખરીદશે. સેન્ટ્રલ બેન્કે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, ઓપન માર્કેટ ઓપરેશન્સ(ઓએમઓ) તરીકે ઓળખાતી આ ખરીદી, ૨ મેના રોજ પ્રથમ એક સાથે બે સમાન હપ્તાઓમાં હાથ ધરવામાં આવશે.