- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ વિતેલા વર્ષોમાં અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં ભલે જંગી ધોવાણ થયું હોય તેમ છતાં ચાલુ કેલેન્ડર વર્ષ 2020માં ભારતીય રૂપિયો સૌથી શ્રૈષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-5 ઉમર્જિંગ માર્કેટ્સ કરન્સીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. વર્ષ 2020માં વિશ્વની ટોપ-5 ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીમાં ભારતીય રૂપિયો ચોથા ક્રમે રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 0.37 ટકા નબળો પડ્યો છે. આ યાદીમાં સૌથી ઉપર મેક્સિકોના ચલણ પેસો એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. મેક્સિકન પેસો ચાલુ કેલેન્ડર વર્ષ 2020માં અત્યાર સુધીમાં ડોલર સામે 1.2 ટકા મજબૂત થયો છે.
ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણમાં બ્રાઝિલ દેશની કરન્સી રિયાલનું નામ આવે છે. ચાલુ વર્ષ 2020માં અમેરિકન ડોલર સામે બ્રાઝિલિયન રિયાલના મૂલ્યમાં 8 ટકાનું જંગી ધોવાણ થયું છે. આમ ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીમાં ભારતીય રૂપિયાનું એકંદરે સારું પ્રદર્શન રિઝર્વ બેન્ક માટે ડોલરના રિઝર્વમાં વધારો કરવા માટે સારી તક બની શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેન્ક હાલના સમયગાળા દરમિયાન પોતાના ડોલર રિઝર્વમાં વધારો કરી શકે છે. આ અહેવાલનું એટલા માટે વધી જાય છે કારણ કે ચાલુ વર્ષની શરૂઆતથી જ વિદેશી રોકાણને લઇને ખેંચતાણનો ખેલ ચાલુ રહ્યો છે.
પ્રોત્સાહક પ્રદર્શનને મામલે ભારત ચોથા ક્રમે રહ્યું છે. ભારતની ઉપર ઇન્ડોનેશિયાન રૂપૈયા અને ફિલિપાઇન્સ પેસો છે. ઉપરોક્ત બંને દેશની કરન્સી ચાલુ વર્ષે અમેરિકન ડોલર સામે મજબૂત થઇ છે જ્યારે ભારતીય રૂપિયા ટોપ-5માં ભલે સામે થયો હોય પરંતુ ડોલર સામે તેનું મૂલ્ય ઘટ્યું છે.
ઇમર્જિંગ માર્કેટ્સ કરન્સીની યાદીમાં નિરાશ કરનાર છેલ્લી ચાર કંપનીઓમાંથી 3 એશિયન છે. જેમાં બ્રાઝિલની રિયાલ ઉપરાંત થાઇલેન્ડ બહટ, દક્ષિણ કોરિયાની વોન અને મલેશિયાની રિંગિટનો સમાવેશ થાય છે.