- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદઃ શેરબજારમાં વ્યાપક વધઘટ અને વૈશ્વિક બજારમાં નબળા ડોલરના કારણે ડોલર સામે રૂપિયો સોમવારે ૭૫.૧૯ની સ્થિર સપાટીએ બંધ આવ્યો હતો. હતો. શુકવારે ૭૫.૨૦ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૦૮ની મજબૂત સપાટીએ ખુલ્યો હતો. રિલાયન્સ જીયો પ્લેટફોર્મમાં આવી રહેલા વિદેશી રોકાણ પ્રવાહના કારણે રૂપિયાને તેજીનો ટેકો મળ્યો હતો. સામે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ, વિવિધ રાજ્યો અને શહેરોમાં ફરજીયાત લોકડાઉન જેવા સમાચારો અને શેરબજારમાં વિદેશી સંસ્થાઓની વેચવાલી વચ્ચે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસના અંતે તે ૭૫.૧૯ પૈસા બંધ આવ્યો હતો. આગળના બંધ કરતા આ એક પૈસાનો ઉછાળો છે. અન્ય ચલણમાં રૂપિયો પાઉન્ડ અને યુરો સામે ઘટ્યો હતો જયારે યેન સામે થોડો સુધારો જોવા મળ્યો હતો.
દરમિયાન, ડોલરમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું. વિશ્વના છ અગ્રણી ચલણ સામે અમેરિકન ડોલરનું મુલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ શુકવારે સતત ચોથા સપ્તાહે, અઠવાડિક ઘટાડા સાથે બંધ આવ્યો હતો. ગત સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટી ૯૬.૪૯૦ બંધ રહ્યો હતો. ડોલર સામે યુરો સતત ચાર સપ્તાહથી વધી ગત શુક્રવારે ૧.૧૩૩૫ બંધ રહ્યો હતો. પાઉન્ડ ૦.૧૭ ટકા ઘટી ૧.૨૬ અને યેન સામે ડોલર ૦.૨૭ ટકા વધી ૧૦૭.૧૯ બંધ રહ્યો હતો. આજે ડોલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકા ઘટી ગયો છે. યુરો ડોલર સામે ૦.૨૮ ટકા વધ્યો છે અને યેન સામે ડોલર ૦.૨૯ ટકા વધ્યો છે.
ડોલર ૭૫.૧૫૬૭
યુરો ૮૫.૧૨૨૦
પાઉન્ડ ૯૫.૧૧૬૮
યેન ૭૦.૩૦