- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : ઉંચા વેલ્યુએશન અને નાના રોકાણકારોના વધતા ક્રેઝનો ગેરલાભ ઉઠાવીને છેતરવાના કિસ્સા આજકાલ ક્રિપ્ટોબજારમાં સામાન્ય બન્યા છે. નકલી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોએ આ જ પ્રકારના કૌભાંડોમાં ભારતીય રોકાણકારોએ 128 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 1000 કરોડ જેટલી જંગ રકમ ગુમાવી છે.
એક અહેવાલ અનુસાર વૈશ્વિક ક્રિપ્ટો બજારમાં આવેલ કડાકાને કારણે ભારતીય ઈન્વેસ્ટરોના 128 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1000 કરોડ રૂપિયા સ્વાહા થયા છે. સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડએસઈકેએ એક રિપોર્ટમાં રોકાણકારોને છેતરવા માટે બનાવેલ નકલી લેભાગુ અને ફિશિંગ ડોમેઈન અને એન્ડ્રોઈડ આધારિત ફેક ક્રિપ્ટો એપ્લિકેશન અંગે ખુલાસો કર્યો છે.
આ પ્રકારના લોભામણા નકલી કેમ્પેઈન કરીને મોટા પાયે એક જુગાર કૌભાંડમાં ફસાવવામાં આવે છે. આમાંની ઘણી બોગસ વેબસાઇટ્સ યુકે-આધારિત કાયદેસર ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ ‘CoinEgg’ની જ કે તેના સમકક્ષ હોવાનો દાવો કરે છે.