- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : સરકાર દ્વારા બિન-જરૃરી વસ્તુઓની આયાતમાં ઘટાડો કરવાના પગલાને કારણે આગામી સમયમાં રૃપિયો ૬૮થી ૭૦ની રેન્જમાં ટ્રેડ થશે એવું ઈકોનોમિક અફેર્સના સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યુ હતું. તાજેતરમાં સરકારે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે વિદેશમાંથી ઋણ એક્ત્ર કરવાના નિયમો હળવા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે કોર્પોરેટ બોન્ડ અને ટેક્સબેનિફિટ તથા મસાલ બોન્ડમાં રોકાણ કરવા માટેના બધા પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.
કેન્દ્ર બિન-જરૃરી આઈટમની આયાત ઉપર પ્રતિબંધ લાદવા માટેની યાદી તૈયાર કરી રહી છે આની સાથે પોલિસીમાં થોડોક ફેરફાર કરીને નિકાસ પણ પ્રોત્સાહન આપવાની વ્યુહરચના બનાવવામાં આવી રહી છે. અત્યારે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છતાં રૃપિયો સતત ગગડી રહ્યો છે. હવે સરકાર ટુંક સમયમાં નોન-જરૃરી વસ્તુઓની આયાત ઉપર વિવિધ પ્રકારના પ્રતિબંધ લાદી શકે છે આની સાથે નિકાસને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.
કોમર્શ સેક્રેટરીએ જણાવ્યુ કે, અત્યારે આ યાદીને અંતિમ રૃપ આપવામાં આવી રહ્યુ છે. ચાલુ મહિના હવે રૃપિયામાં થોડિક રિક્વરી આવી છે જો કે, હજી રિક્વરીની જરૃરી છે. અગાઉ રૃપિયો અર્જેન્ટીના અને તુર્કીના રસ્તે જતો હતી. આર્થિક વૃદ્ધિના આશાવાદને પગલે રૃપિયો ઓલ ટાઈમ લોથી સુધારામાં જોવા મળી શકે છે. શુક્રવારે રૃપિયો ૭ર.ર૦ આસપાસ બોલાતો હતો જ્યારે તે અગાઉ રૃપિયો ૭ર.૯૧ના વિક્રમી તળિયે પહોંચ્યો હતો. વિશ્વની સૌથી ઝડપતા અર્થતંત્રના ઓઈલ ઈમ્પોર્ટ બિલમાં સતત વધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધી ડોલર સામે રૃપિયો ૧૦થી ૧ર ટકા નબળો પડયો છે જ્યારે છેલ્લા બે મહિનામાં રૃપિયો ૬થી ૯ ટકા નબળો પડયો છે.