- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
દુબઇ : સાઉદી અરેબિયાનું રિયલ જીડીપી દર બીજા ક્વાર્ટરમાં 2021ના સમાન સમયગાળાની તુલનામાં 12.2% વૃદ્ધિ પામ્યો છે. આંકડા અનુસાર વિશ્વના ટોચના ક્રૂડ નિકાસકાર ઊંચા ભાવ અને કોરોના મહામારી બાદની ઝડપી રિકવરીને કારણે અર્થતંત્રમાં મોટાપાયે વિસ્તરણ જોવા મળ્યું છે.
બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિનો આંકડો જુલાઈના અંતે સરકારે અંદાજિત કરેલ 11.8%ના જીડીપી વૃદ્ધિ દરના આંકને વટાવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વાર્ટરની સાપેક્ષે અર્થતંત્ર 2.2% વધ્યું છે.
જનરલ ઓથોરિટી ફોર સ્ટેટિસ્ટિક્સે તેજી પાછળનું કારણ ક્રૂડને ગણાવ્યું હતુ. રિપોર્ટમાં જણાવ્યું કે દેશના જીડીપી દરની વૃદ્ધિ મુખ્યત્વે ઓઈલ પ્રવૃત્તિઓમાં વાર્ષિક 22.9%ની ઊંચી વૃદ્ધિને આભારી છે. પ્રથમ ક્વાર્ટરની સામે બીજા ક્વાર્ટરમાં ઓઈલ ઈકોનોમી 4.4% વધી છે.
નોન-ઓઈલ પ્રવૃત્તિઓ વાર્ષિક ધોરણે 8.2% અને પ્રથમ ક્વાર્ટરની સાપેક્ષે 4.5% વધી છે. જૂનના અંત સુધીમાં સરકારી પ્રવૃત્તિઓમાં વાર્ષિક 2.4%નો અને પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 0.4%નો વધારો થયો છે.