- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ચીનની વેપાર નીતિ સામે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉગામેલ ટ્રેડ વોરનું હથિયાર જો બાઈડનની સરકાર પણ અપનાવી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન એ ચીનની જેડી ડોમ કોમ સહિત ૮૦ કંપનીઓને ડિલિસ્ટિંગ યાદીમાં મુકી છે.
અમેરિકા-ચીન વચ્ચે છેડાયેલ વેપાર યુદ્ધ બાદ ઓડિટીંગ મુદ્દે તકરાર વધતા અમેરિકા એક બાદ એક ચીનની કંપનીઓને નિયમોનું પાલન ન કરવા બદલ ડિલિસ્ટિંગ માટે દબાણ કરી રહી છે. આ યાદીમાં હવે ૮૦થી વધુ કંપનીઓનો ઉમેરો થઈ શકે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
બુધવારે અમેરિકન શેરબજાર નિયામકે ૨૦૨૦ના ધી હોલ્ડિંગ ફોરેન કંપનીઝ એકાઉન્ટેબલ એક્ટ (લ્લખભછછ) કાયદા હેઠળની પ્રોવિઝનલ લાઈનઅપ યાદી વધારી છે. સતત ત્રણ વર્ષ સુધી અમેરિકાના ઓડિટિંગ ધારાધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જતી વિદેશી-અધિકારક્ષેત્રની કંપનીઓને અમેરિકન એક્સચેન્જોમાંથી દૂર કરવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે.
લાંબા સમયથી ખેંચાઈ રહેલ વિવાદમાં યુએસ નિયમનકારની માંગણી છે કે ચીનમાં સંગ્રહિત ન્યૂયોર્ક-લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓના ઓડિટ વકગ પેપર્સનું સ્વતંત્ર અને એકાધિકાર સંચાલન પોતાની પાસે જ હોવાની માંગણી કરી રહી છે.
જોકે ચીને રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું આપીને આ અરજીને નકારી છે પરંતુ બંને દેશોના નિયમનકારો ઓડિટ ડીલ મુદ્દે આ વર્ષે એક જ પાંદડે બેસી શકે છે તેવા અહેવાલો છે.અમેરિકાના બજારમાંથી ચીનની 80થી વધુ કંપનીઓ ડિલિસ્ટ થશે
અમદાવાદ : ચીનની વેપાર નીતિ સામે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉગામેલ ટ્રેડ વોરનું હથિયાર જો બાઈડનની સરકાર પણ અપનાવી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન એ ચીનની જેડી ડોમ કોમ સહિત ૮૦ કંપનીઓને ડિલિસ્ટિંગ યાદીમાં મુકી છે.
અમેરિકા-ચીન વચ્ચે છેડાયેલ વેપાર યુદ્ધ બાદ ઓડિટીંગ મુદ્દે તકરાર વધતા અમેરિકા એક બાદ એક ચીનની કંપનીઓને નિયમોનું પાલન ન કરવા બદલ ડિલિસ્ટિંગ માટે દબાણ કરી રહી છે. આ યાદીમાં હવે ૮૦થી વધુ કંપનીઓનો ઉમેરો થઈ શકે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
બુધવારે અમેરિકન શેરબજાર નિયામકે ૨૦૨૦ના ધી હોલ્ડિંગ ફોરેન કંપનીઝ એકાઉન્ટેબલ એક્ટ (લ્લખભછછ) કાયદા હેઠળની પ્રોવિઝનલ લાઈનઅપ યાદી વધારી છે. સતત ત્રણ વર્ષ સુધી અમેરિકાના ઓડિટિંગ ધારાધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જતી વિદેશી-અધિકારક્ષેત્રની કંપનીઓને અમેરિકન એક્સચેન્જોમાંથી દૂર કરવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે.
લાંબા સમયથી ખેંચાઈ રહેલ વિવાદમાં યુએસ નિયમનકારની માંગણી છે કે ચીનમાં સંગ્રહિત ન્યૂયોર્ક-લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓના ઓડિટ વકગ પેપર્સનું સ્વતંત્ર અને એકાધિકાર સંચાલન પોતાની પાસે જ હોવાની માંગણી કરી રહી છે.
જોકે ચીને રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું આપીને આ અરજીને નકારી છે પરંતુ બંને દેશોના નિયમનકારો ઓડિટ ડીલ મુદ્દે આ વર્ષે એક જ પાંદડે બેસી શકે છે તેવા અહેવાલો છે.