- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અંદાજ મુજબ 2022માં વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે. આ આંકડો કોરોનાના રોગચાળા પહેલાના ૨૦૧૯ના આંકડા કરતાં 2.1 કરોડ વધારે છે. જો કે 2022 દરમિયાન કામકાજનો કુલ સમય કોરોના પૂર્વેના સમયગાળા કરતાં બે ટકા ઓછો રહેશે અથવા તો તેની તુલના 5.2 કરોડ ફુલટાઇમ કામકાજ સાથે કરી શકાય
વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂકે સોમવારે જારી કરેલા અહેવાલ મુજબ જુન 2021માં અંદાજ મૂકવામાં આવ્યો ત્યારે કામકાજના સમયગાળાની ઘટ એક ટકા રહેવાનો અંદાજ હતો. પણ રોગચાળો નવેસરથી ફાટી નીકળવાના લીધે માંડ-માંડ ઠરીઠામ થયેલું જીવન અસ્તવ્યસ્ત થવા માંડયુ છે. આના લીધે કેટલાય પ્રાંતો, વિસ્તારો અને દેશોમાં શરૃ થયેલી રિકવરી પાછી ધકેલાઈ શકે છે.
આઇએલઓ મુજબ સમૃદ્ધ અર્થતંત્રોની તુલનાએ નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં રિકવરી અને રોજગારવૃદ્ધિનો ટ્રેન્ડ ઘણો નીચો છે. તેનું કારણ મહદ અંશે રસીકરણનો નીચો દર અને ચુસ્ત રાજકોષીય નિયંત્રણો છે.
આઇએલઓના જણાવ્યા મુજબ વિકાસશીલ દેશો પર આ પરિસ્થિતિની વ્યાપક અસર પડશે. તેના લીધે આર્થિક અસમાનતા વધશે. કામકાજના સ્થળે સ્થિતિ વધુ બગડશે અને રોગચાળા પૂર્વેની નબળી સામાજિક સંરક્ષણ વ્યવસ્થા વધુ નબળી પડશે.
બધા વિસ્તારો માટે 2023ના અંદાજ સૂચવે છે કે સંપૂર્ણ રીકવરી હજી પણ ભ્રામક છે. દરેક પ્રાંત તેના લેબર માર્કટે રિકવરીમાં ડાઉનસાઇડ જોખમ અનુભવી રહ્યો છે.