- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલન મસ્કને બિટકોઇન અંગે ટ્વિટ કરવુ ભારે પડ્યુ છે. આ ટ્વિટ બાદ એલન મસ્કની સંપત્તિમાં 15 અબજ ડોલરનું જીં ધોવાણ થયુ છે. આ નુકસાનને પગલે તેમની નેટવર્થમાં ઘટાડો થયો અને વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની યાદીમાં નં-1થી બીજા ક્રમે આવી ગયા. તો બીજા ક્રમે રહેલા એમેઝોનના માલિક જેફ બેઝોસ ફરી વિશ્વના સૌથી મોટા નં-1 ધનિક બની ગયા.
એલન મસ્કે બિટકોઇન અંગે શુ ટ્વિટ કર્યુ?
તાજેતરમાં એલન મસ્કની ટ્વિટના લીધે જ બિટકોઇનના ભાવમાં અનપેક્ષિત તેજી આવી છે અને હવે તેમના જ ટ્વિટના લીધે ડિજિટલ કરન્સીના ભાવ પાછલા બે દિવસમાં નોંધપાત્ર તૂટ્યા છે. એલન મસ્કે તાજેતરમાં ટ્વિટ કર્યુ કે ‘બિટકોઇનમાં હવે ઘટાડાની શરૂઆત થઇ શકે છે’. તેમણે ગત શનિવારે ટ્વિટ કરતા કહ્યુ કે, બિટકોઇન અને ઇથેરિયમ હાલના સમયમાં ઘણા મોંઘા થઇ ગયા છે. તેઓ જાણીતા અર્થશાસ્ત્રી અને ક્રિપ્ટોકરન્સી પર નજર રાખનાર પિટર શેફના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા જેમનુ કહેવુ છે કે ગોલ્ડ બિટકોઇન અને કેશ બંનેની તુલનામાં રોકાણકારો માટે સારોં વિકલ્પ છે.
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના આંકડા મુજબ એલન મસ્કની સંપત્તિ જાન્યુઆરીના 210 અબજ ડોલરથી ઘટીને હાલ 183.4 અબજ ડોલર થઇ છે આ સાથે તેઓ હવે વિશ્વના દિગ્ગજ અબજોપતિની યાદીમાં નંબર-1 પરથી હવે બીજા ક્રમે આવી ગયા છે. તો હરિફ જેફ બેઝોસની સંપત્તિ 3.7 અબજ ડોલર ઘટવા છતાં તેઓ 186.3 અબજ ડોલરની નેટવર્થ સાથે ફરી દુનિયાના સૌથી મોટા ધનિક બની ગયા છે.
બિટકોઇનમાં ઐતિહાસિક ટોચથી 18 ટકાનો કડાકો
પાછલા બે દિવસથી સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇનના ભાવમાં બે છેલ્લા દિવસમાં 58,300 ડોલરની ઐતિહાસિક ટોચથી 18 ટકાનો કડાકો બોલાયો છે અને ભાવ નીચામાં 47,780 ડોલરે ઉતરી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં બિટકોઇનના ભાવમાં 78 ટકાની તેજી જોવા મળી છે. આ ઉછાળાનું કારણે દિગ્ગજ રોકાણકારો, હેજ ફંડોનું બિટકોઇનમાં નવી મૂડીરોકાણ કરવુ અને કેટલીક કંપનીઓ અને રોકાણકારો તરફથી મળી રહેલી સ્વીકાર્યતા છે. એલન મસ્કે પણ 1.5 અબજ ડોલરના બિટકોઇન ખરીદયા છે અને તેઓ બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરશે.