- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : મોંઘવારીનો સામનો સમગ્ર વિશ્વ હાલ કરી રહ્યું છે પરંતુ યુરોપના દેશોમાં કોરોનાકાળ બાદની મોંઘવારી અને હવે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્જાયેલ કટોકટીને કારણે ઉચાળા ભરતી મોંઘવારી માથાનો દુખાવો બની ગઈ છે. ના છૂટકે હવે હવે સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. આ યાદીમાં હવે બેંક ઓફ ઈંગ્લેન્ડનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડે 5 મેના રોજ તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો હતો. આ સાથે બ્રિટનમાં વ્યાજદર 13 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર 1% પર પહોંચ્યા છે. બ્રિટન પણ હાલ જીવન ખર્ચની કટોકટી સહન કરી રહી છે અને તેનું મુખ્ય કારણ છે મોંઘવારીમાં વધારો.
બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ સતત ચોથો વ્યાજદર વધારો છે. બ્રિટિનમાં આ વર્ષે વાર્ષિક ફુગાવો 10 ટકાથી ઉપર જવાની આશંકા છે. બીઓઈના પોલિસી ધડવૈયાઓએ એક ટકા સુધી વ્યાજદર વધારવા માટે બેઠકમાં 6-3થી મત આપ્યો છે. 2009ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ પ્રથમ વખત બ્રિટનમાં વ્યાજદર 1% થશે. અમુક સભ્યોએ વ્યાજદરને 1.25% સુધી વધારવાની પણ હાકલ કરી હતી.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પણ ફુગાવો વધી રહ્યો હોવાથી ગઈકાલે રાત્રે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 22 વર્ષનો આ સૌથી ઝડપી વ્યાજદર વધારો છે.
પાઉન્ડ ગગડ્યો :
બ્રિટનમાં વાર્ષિક ફુગાવો 7 ટકા છે - જે ત્રણ દાયકાના સર્વોચ્ચ સ્તરે છે. આશંકિત 10 ટકાનો દર 40-વર્ષની ટોચ હશે. BoEના નિર્ણય પછી ડોલર સામે પાઉન્ડ 1.5 ટકા ગબડ્યો હતો.