- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
ચેન્નઈ: ભારતે હવે વૃદ્ધિના પંથે પગરણ માંડ્યા છે ત્યારે હવે ગામડા પણ તેમાથી બાકાત રહ્યા નથી. ભારત હવે ડિજિટાઇઝેશનના યુગ માટે સજ્જ છે. દેશની સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિ માટે આ બાબત જરૂરી છે.
અગ્રણી જાપાનીઝ કંપની હિટાચી વૈશ્વિક ફૂટપ્રિન્ટની સાથે ડિજિટલ ઇનોવેશનમાં અગ્રેસર છે. તેણે લાખો ભારતીયોના જીવનમાં સક્રિય ફેરફાર લાવવાનું બીડું ઝડપ્યુ છે. તેની સેવા હવે ફક્ત શહેરના સીમાડાઓ પૂરતી મર્યાદિત રહી નથી.
ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં એક છે ત્યારે સમાવિષ્ટ વૃદ્ધિ મહત્વની બાબત છે. ગ્રામી વસતી કુલ રાષ્ટ્રીય આવકમાં ૪૫ ટકા કરતાં વધારે ફાળો આપે છે. ૨૦૫૦માં શહેરીકરણ વચ્ચે પણ ભારતની અડધા ઉપરાંતની વસતી ગ્રામીણ વિસ્તારો કે ક્ષેત્રમાં રહેતી હશે.
ઉત્પાદન, ઊર્જા અને પરિવહન ક્ષેત્રના સદી જૂના વારસા ઉપરાંત પાંચ દાયકાની આઇટી લીડરશિપ ધરાવતી હિટાચી મેક્રો સોલ્યુશન્સ ઓફર કરે છે. આ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ઊર્જા, કન્સ્ટ્રકશન મશીનરી, હેલ્થકેર, આઇટી અને ઓટોમોટિવ સિસ્ટમ્સમાં નિપુણતા ધરાવે છે. તેણે ભારતમાં ડિજિટલ જર્નીનો પ્રારંભ ગ્રાસરૂટ લેવલથી શરૂ કર્યો છે.
હિટાચીના સોશિયલ ઇનોવેશન બિઝનેસે શહેરની સાથે દેશના ગ્રામીણ નાગરિકને અવિરત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સમર્થ બનાવ્યા છે. તેમા જમીન રેકોર્ડના ડિજિટાઇઝેશન, ફરિયાદોની નિકાલ માટે સિંગલ વિન્ડો અને આવશ્યક સેવાઓ જાળવવી, કર ચૂકવણી અને સરકારી ચૂકવણી સરળ બનાવવા તથા દરેક નાગરિકને ઇન્ટરનેટ આધારિત સર્વિસ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
આમાની ઘણી બધી ગ્રાહકની ગ્રામીણ ગ્રાહક પર વ્યાપક અસર પડી છે. હિટાચી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ભરત કૌશલે જણાવ્યું હતું કે આ નાટકીય ફેરફાર જારી છે અને આગાહી કરી હતી કે આપણે કલ્પના પણ કરી ન હોય તે રીતે સમાજ બદલાઈ જશે. ગ્રામીણ ભારતને અત્યાર સુધી કુદરતના ભરોસે છોડી દેવાયું હતું, પરંતુ હવે તેવું રહ્યું નથી. ઇ-ગવર્નન્સ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ, શિક્ષણ અને હેલ્થકેર સર્વિસિસ, મોબાઇલ-ડીટીએચ રિચાર્જ, ઇ-ટિકિટિંગ સર્વિસિસ અને ઓનલાઇન શોપિંગ બધામાં ગામડા હિસ્સો બન્યા છે.