- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઈ : દેશમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(CSR) પર દેશની મોખરાની 500 કંપનીઓનો ખર્ચ માર્ચ 2019 સુધીમાં રૂ.50,000 કરોડની સપાટી વતાવી જશે તેવી નોંધ ડેવલપમેન્ટ સેક્ટરના પ્લેટફોર્મ સીએસઆરબોક્સ અને એનજીઓ બોક્સના એક અહેવાલમાં લેવામાં આવી છે.
સીએસઆરમાં અનુપાલનમાં વધારો જોવા મળશે તેવો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે નાણાકિય વર્ષ2019-20 સુધીમાં આ અંગેની ટકાવારી 97 થી 98 ટકા પર પહોંચી જશે. એનજીઓબોક્સ અને સીએસઆરબોક્સના સીઈઓ ભૌમિક શાહે જણાવ્યુ છે કે સીએસઆર ફરજિયાત કરવાની જોગવાઈએ હવે કોર્પોરેટક્ષેત્રમાં સ્વિકાર હાંસલ કરી લીધો છે અને તેની અસર હવે જોવા મળી રહી છે.
દર વર્ષે સીએસઆરના માધ્યમથી રૂ,12,000 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રકમના માધ્યમથી શિક્ષણ,આરોગ્ય અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં સારી એવી કામગીરી કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે 2014માં કંપનીઓ માટે તેમના ત્રણ વર્ષના સરેરાશ ચોખ્ખા નફાની 2 ટકા રકમ સીએસઆર પ્રવૃતિઓ માટે ફાળવવાની જોગવાઈ દાખલ કરી હતી.