- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઇ: રોજગાર મેળવવા માટે ખાડી દેશોમાં જતા ભારતીયોની સંખ્યા છેલ્લા બે વર્ષમાં 50 ટકા ઘટી ગઇ છે. વર્ષ-ર૦૧પમાં આ સંખ્યા ૭.૬ લાખ હતી, જે વર્ષ ર૦૧૭માં ઘટીને ૩.૭ લાખ થઇ ગઇ છે. રોજગારી માટે લોકો પહેલાં સાઉદીઅરબને પ્રથમ પ્રાથમિકતા આપતા હતા, ર૦૧પમાં યુનાઇટેડ આરબ એમિરાત-યુએઇ જનારાઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો હતો. જ્યારે ર૦૧પ બાદ યુએઇ જનારાઓમાં ૭૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.
દરમિયાન સાઉદી અરેબિયામાં ફેિમલી ટેક્સ લગાવવામાં આવ્યો છે અને તેના કારણે ત્યાં રહેતા ભારતીયોને પ્રતિ સભ્ય ૧૦૦ રિયાલ આપવા પડે છે, જેના કારણે ભારતીયો સાઉદી અરેબિયા જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.
વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે વિદેશથી નાણાં કમાઇને દેશમાં લાવવામાં ભારતીયો અગ્રેસર છે. વર્ષ ર૦૧૭માં આ નાણાં લગભગ ૪પ૦૦ અબજ ડોલર હતાં, જેમાંથી એક અંદાજ મુજબ પ૬ ટકા હિસ્સો સાઉદી અરેબિયા, કુવૈત, યુએઇ, કતાર, બહેરિન અને ઓમાન જેવા દેશમાંથી ભારતમાં આવ્યા હતા. આ ઉપરાંત, ખાડી દેશોમાં મોંઘવારી આસમાને પહોંચી છે, અને તેના કારણે હવે ભારતીયો રોજગાર મેળવવા માટે ખાડી દેશોમાં જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.