- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ સામાન્ય રીતે આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓની રેડમાં કાળુંનાણું જમા કરાવતા લોકો પાસેથી મોટી નોટ નીકળતી હોય છે પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. નવેમ્બરમાં થયેલ નોટબંધી બાદ ગેરકાયદેસર ધન જમા કરવાવાળાના મનમાં ડર પેસી ગયો છે કે ક્યાંક સરકાર ફરી એક વાર મોટી નોટ બંધ ન કરી દે અને આમ થવાથી તમામ કાળુંનાણું ગઈ વખત જેમ નકામું ન થઈ જાય.
રાજ્ય સભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેમાં પૂછવામાં આવેલે એખ સવાલના જવાબમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. નાણાંકીય વર્ષ(2018-19)માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 ટકા રહ્યો છે. આનું કારણ બ્લેકમની છુપાવવામાં મોટી નોટનો ઉપયોગ વધુ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. છેલ્લા થોડા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, 2000ની નોટ બંધ કરવામાં આવી શકે એ વાતની આશંકા હોઈ શકે છે. નોટબંધીના 3 વર્ષ પુરા થવા પર આર્થિક મામલાના પૂર્વ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે 2000ની નોટોની જમાખોરી થઈ રહી છે, તેને બંધ કરી દેવી જોઈએ.
જો ,કે આનું અન્ય કારણ સરકાર અને આરબીઆઈ સિસ્ટમમાં 2000ની નોટોનો સપ્લાઈ કદાચ ઓછો કરી દે એ પણ બની શકે. સિસ્ટમમાં અત્યાર સુધીમાં 2000ની નોટોનો સપ્લાઈ ઘટી રહ્યો છે. માર્ચ 2017માં ઉપલબ્ધ કેશમાં આ નોટોની સંખ્યા 50 ટકા હતી, તે હવે ઘટીને 31 ટકા રહી. સરક્યુલેશનમાં હાલ કુલ નોટોમાં ઘટાડો આવ્યો છે. આરબીઆઈના આંકડા મુજબ માર્ચ 2018માં 6.7 લાખ કરોડની વેલ્યુની નોટ સિસ્ટમમાં હતી, આ વર્ષે માર્ચમાં આ આંકડો ઘટીને 6.6 લાખ કરોડ રૂપિયા રહી.
ઉલ્લેખનીય છે કે, બ્લેકમની પર લગામ લગાવવા માટે સરકારે 8 નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી હતી. તે સમયે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી. તેના બદલે 500ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. સરકારે 1000ની નોટ સંપૂર્ણ રીતે હટાવી લીધી અને પ્રથમ વાર 2000ની નોટ બહાર પાડવામાં આવી હતી.