- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે રાષ્ટ્રવાદ અને રોજગાર આધારિત આર્થિક વિકાસ, અલગ અલગ નથી પરંતુ જ એક જ સિક્કાની બે બાજુ છે. રાજને કહ્યું કે, જો આગામી સમયમાં ભારત મોટી સંખ્યામાં નોકરીઓ પેદા કરનારો આર્થિક વિકાસ હાંસલ નહી કરે તો આપણે અનેક મોરચા પર પાછળ રહી જઇશું. પોતાના લેખમાં રાજને રોજગાર પેદા કરવાના ઉપાયો પણ આપ્યા હતા અને કહ્યું હતું કે, કંસ્ટ્રક્શન સેક્ટર વ્યાપક પ્રમાણમાં નોકરીઓ આપી શકે છે.
રાજને લખ્યું કે, આપણી પાસે સૈન્યના આધુનિકીરણના સાધનો નહી હોય. આપણી એટલી આર્થિક ક્ષમતા નહી હોય કે દુનિયાના દેશો પર એ વાત માટે રાજી કરી શકો કે તેઓ આપણા પર હુમલો કરી કાયદાની પક્કડથી ભાગેલા આતંકવાદીઓની ધરપકડ કરી તેનું પ્રત્યાર્પણ કરે. જો આપણે રોજગાર પર આધારિત આર્થિક વિકાસ નહી કરીએ તો દેશની અંદર રાજકીય ભૂકંપ આપી જશે કારણ કે બેરોજગાર યુવા પોતાની હતાશા કાઢશે. તેમણે કહ્યું કે, રોજગાર પેદા કરનારા આર્થિક વિકાસ વિના કોઇ પણ દેશની સાર્થક રાષ્ટ્રીય સુરક્ષા સંભવ નથી.
રાજને પોતાના લેખમાં નોકરીઓ પેદા કરવાના ઉપાયો બતાવ્યા હતા. આ માટે આપણે વિકાસ દર વધારવો પડશે. ખાસ કરીને નોકરી આપતા ક્ષેત્રોમાં વિકાસ દર વધારવો પડશે. આ માટે નવી પેઢીના સુધારાઓ લાગુ કરવા પડશે કારણ કે જૂની પદ્ધતિ બેકાર થઇ ગઇ છે. ફક્ત કંસ્ટ્રક્શન સેક્ટરમાં જ વ્યાપક પ્રમાણમાં નોકરીઓ પેદા થઇ શકે છે. સસ્તા ઘરો, રસ્તાઓ, રેલવે, પોર્ટ, એરપોર્ટ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટનું નિર્માણથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. આગામી સરકારે આ ખામીઓને દૂર કરવી પડશે. તે સિવાય ડિઝિટલ મૈપિગની સારી વ્યવસ્થા અને જમીનની માલિકી હક સંબંધિત કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડશે.