- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ દેશના રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે જો આગામી લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી ન મળે અને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી, અને ટીડીપી સહિત મહાગઠબંધનની સરકાર બને તો પૂર્વ નાણામંત્રી અને દિગ્ગજ અર્થશાસ્ત્રી રઘુ રામ રાજનને નાણા મંત્રીનું પદ સોંપવામાં આવી શકે તેમ છે.
જોકે રઘુરામ રાજન પોતે કહી ચુક્યા છે કે, હું અમેરિકામાં જ્યાં છું ત્યાં ખુશ છું. રાજન શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનુ કામ કરી રહ્યા છે. સાથે સાથે નાણામંત્રી તરીકે જવાબદારી સ્વીકારવાની અટકળો પર રાજને પૂર્ણવિરામ મુકી દીધુ છે. રાજનનુ કહેવુ છેકે, હું જો રાજકારણમાં આવ્યો તો મારી કૌટુંબિક જિંદગી પર તેની ખરાબ અસર પડશે. મારી પત્ની જ પહેલા મને છોડીને જતી રહેશે. રાજનનુ કહેવુ છેકે, દુનિયામાં બધી જગ્યાએ રાજકારણ એક સરખુ જ હોય છે. રાજકારણમાં આવવાની મારી સહેજ પણ ઈચ્છા નથી.