- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ જ્યારે હરિશ બેન્કર એક અન્ય આર્થિક સેવા ફર્મમાં સામેલ થવા માટે પોતાની બેન્ક છોડી દે છે તો તેમની ટીમના છ સભ્યો પણ તેમની સાથે જોડાવા માટે રાજીનામું આપી દે છે. આ એ કંપની માટે મોટા ઝટકા સમાન હતું જે અગાઉથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. જ્યારે એચઆર વિભાગે વધારે પગાર આપીને એ કર્મચારીઓને પોતાની કંપનીમાં સાચવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇએ પણ તેમાં વિશ્વાસ દાખવ્યો નથી.
તમામ કર્મચારીઓનો તર્ક હતો કે બેન્કર તેમના ગુરુ હતા અને તેઓ ફક્ત એક વ્યક્તિ સાથે વફાદારીના કારણે કંપનીમાં હતા. સામાન્ય રીતે લોકો મેનેજમેન્ટને છોડે છે પરંતુ કંપનીઓ છોડતા નથી. જોકે, એ સાથે તમામ લોકો સહમત થતા નથી કે એક કંપનીનો નવો રાજદૂત મેનેજર હોય છે.
કોઈ કંપની માટે કોઈ વ્યક્તિ કેટલો સમય કામ કરે છે, તે મેનેજર સાથે તેમનો સમીકરણ કેવી રીતે છે તે બાય-પ્રોડક્ટ પણ છે. તમારે નોકરી છોડવા માટે ધ ડેવિલ વિયર્સ પ્રાડાથી મિરાન્ડ પ્રીસ્ટલી જેવા બોસની જરૂર નથી. તે વાસ્તવમાં કર્મચારી કરિયરના નિર્ણયમાં એક પ્રભાવશાળી વ્યક્તિ હોઇ શકે છે. જ્યારે વરિષ્ઠ મેનેજરો નોકરી છોડે છે ત્યારે અન્યને નોકરી છોડતા રોકવા માટે કંપની પાસે એવા કરાર હોય છે નિશ્વિત સમય માટે કર્મચારીઓને રોકે છે. એચઆરના વકીલોનું માનવું છે કે કંપનીઓ માટે કોર્ટમાં એ સાબિત કરવું મુશ્કેલ છે કે ટીમના એક પૂર્વ કર્મચારીઓ દ્ધારા અન્ય કર્મચારીઓને નોકરી છોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
એચઆર મેનેજરો આ સિદ્ધાંતોને બિન સ્પર્ધાત્મક કલમોના ઉલ્લંઘન તરીકે જુએ છે. પરંતુ જ્યાં સુધી કોઈ કર્મચારીએ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી જે તેમને પ્રતિસ્પર્ધી સંગઠનમાં જોડાવાથી અટકાવે છે, ત્યાં કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી.