- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી : ઓનલાઈન ભરતીની કામગીરીમાં માસિક ધોરણે તેમજ વાર્ષિક ધોરણે જૂન મહિનામાં ઘટાડો જોવા મળ્યો જ્ચારે ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભરતીની કામગીરીએ સારો દેખાવ કર્યો તેમ એક અહેવાલમાં જણાવાયું છે. જૂન મહિનામાં મોન્સ્ટર એપ્લોઈમેન્ટ ઈન્ડેક્સ અગાઉના વર્ષના સમાનસમયગાળા કરતાં 3 ટકા ઘટીને 254 થયો છે.
અગાઉના મહિના કરતા ઈન્ડેક્સમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ધીમી ઓનલાઈન ભરતીની વુદ્ધિનું કારણ હાલ ચાલતા કેટલાક ક્ષેત્રોમાં કંપનીના ખરીદી અને વિલીનીકરણ જેવી કામગીરીને કારણે કંપનીઓ દ્વારા અપનાવાયેલું ભરતીની પ્રક્રિયામાં સાવચેતીભર્યુ વલણ અપનાવ્યું હોવાનું મનાય છે, તેમ મોન્સ્ટરના એપીએસી એન્ડ ગલ્ફના સીઈઓ અભિજીત મુખર્જીએ જણાવ્યું હતું,
ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર બીજી બાજુ પોતાના પક્ષમાં જોવા મળતી માંગની સ્થિતિને કારણે વુદ્ધિમાં જણાવ્યું હતું કે ટેલિકોમ અને આઈએસપી ક્ષેત્ર હાલ મુશ્કેલ પરિસ્થિતિને કારણે સંઘર્ષ કરી રહ્યું છે. પરતું જૂલાઈના અંતમાં આવનારી નવી ટેલિકોમ નીતિને કારણે આ ક્ષેત્રને સ્થિરતા મળે તેવી સંભાવના છે દરેક ક્ષેત્રમાં જોઈએ તો 7ઔદ્યોગિક ક્ષેત્રોને ઈન્ડેક્સ દ્વારા તપાસતા 13માં ઓનલાઈન માંગ અગાઉના વર્ષના સ્તર કરતાં વધી છે.
વાર્ષિક ધોરણે, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં 26 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો શિક્ષણમાં 17 ટકા અને રિટેઈલમાં 17 ટકાનો ઉછાળો જોવા મળ્યો, આ ક્ષેત્રો ભરતીના મામલામાં સૌથી સક્રિય રહ્યા. શહેરના ધોરણે જોઈએ તો, દરેક મોટા શહોરોમાં ઓનલાઈન ભરતીની માંગમાં વધારો જોવા મળ્યો.
જયપુરમાં 10 ટકાની આગેવાની હેઠળ ચંડીગઢમાં 9 ટકા અને કોઈમ્બતૂરમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો, માસિક ધોરણે જોઈએ તો, ઓનલાઈન ભરતીની કામગીરી આ શહેરોમાં વધી છે, વાર્ષિક ધોરણે જોઈએ તો, ઓનલાઈન ભરતીની કામગીરી સૌથી વધુ વડોદરામાં 15 ટકા ઘટી છે. વડોદરામાં માસિક ધોરણે પણ 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો.