- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હીઃ બજેટને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકાર લોકસભા ચૂંટણી પૂર્વે અંતિમ બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. બજેટ પછી ડઝનેક કોલમ અને વિશ્લેષણો આવશે. પણ હાલમાં આપણે બજેટ પૂર્વે તેની વાત કરીશું.
અહીં નવ સૂચન આપવામાં આવ્યા છે સરકાર તેના પર વિચાર કરીને ભારત કેવી રીતે વૃદ્ધિ પામે અને સમૃદ્ધ બને તે દિશામાં વિચારી શકે છે. ચૂંટણીના વર્ષમાં આ સૂચનો રાજકીય રીતે હકારાત્મક લાગી શકે છે તથા લોકોની સાથે સરકાર માટે પણ ફાયદાકારક છે.
પહેલું સૂચન મધ્યમ વર્ગ પર નીચા આવકવેરાનું છે. તેની પાછળ કેટલાક કારણો છે. કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે. આપણે ભ્રષ્ટાચારમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જીએસટી કલેક્શન સર્વોત્તમ સપાટીએ છે. તેથી હાલમાં 2.5 લાખ સુધીના સ્લેબ પર પાંચ ટકા વેરો લેવામાં આવે છે અને પાંચ લાખથી ઉપરના સ્લેબમાં દસ ટકા વેરો લેવાય છે તો પાંચ લાખ સુધીના સ્લેબ પર આવકવેરો શૂન્ય કરવો જોઈએ.
બીજું 25 વર્ષની ઉંમર સુધીના યુવાન પર કોઈ વેરો ન લાદવો જોઈએ અને તેના માટે દસ લાખ રૂપિયાની ટોચમર્યાદા રાખવી જોઈએ. 25થી અંદરના બહુ ઓછા યુવાન કરપાત્ર આવક ધરાવતા હોવાથી મહેસૂલી ખોટ પણ મર્યાદિત રહેશે. આ જાહેરાતનો નોંધપાત્ર રાજકીય ફાયદો પણ થઈ શકે. જો કે તેના પર પણ ટોચમર્યાદાની જરૂર છે, કારણ કે ભારતના સમૃદ્ધ લોકો આ રૂટનો ઉપયોગ કરીને તેમના બાળકોના નામે આવક દર્શાવીને તેમને વેરો બચાવી શકે છે.
ત્રીજું સરકારે આવક માટેના વધુ રચનાત્મક માર્ગો શોધવા જોઈએ એક મોટો વિચાર જમીન વેચાણનો છે. તેના દ્વારા મોટાપાયા પર વેરો મળી શકે છે. પીએસયુમાંથી વિનિવેશ કરીને આવક મેળવવાનું જારી જ છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું છે. આ સિવાય આ એકમોનું વેચાણ કરવું જટિલ પ્રક્રિયા છે. પણ સરકાર તેની એસેટના સ્વરૂપમાં તેની જમીન ઝડપથી વેચી શકે છે.
ચોથું આ બાબત કદાચ બ્રોકન રેકોર્ડ જેવી લાગે, પરંતુ આપણને વન જીએસટીની જરૂર છે. સરકાર તેમ ન કરે તો જીએસટી બેન્ડને સાંકડો કરીને દરેક બેન્ડમાં વધુને વધુ આઇટેમો લાવી શકે છે. હગાલના સ્લેબ વધારી શકે છે. અહીં પાંચથી 28 ટકા સુધીના સ્લેબને પહેલા 12 અને 18 ટકામાં લાવી તથા પછી 15 ટકા એમ બે બેન્ડમાં લાવવા જોઈએ અને પછી 15 ટકાનો એક જ રેટ રાખવો જોઈએ. તેની સાથે જીએસટી રાહત અને સિન ટેક્સ માટે અલગ યાદી રાખવી જોઈએ.
પાંચમુ ટોચની કોલેજો માટે એ લિસ્ટ જારી કરીને તેના માટે નવી યંત્રણા રાખવી જોઈએ અને તે તેની વધુ શાખાઓ ખોલવા અંગે નિર્ણય લે. આનો સીધો અર્થ અન્ય દસ કોલેજોને આઇઆઇટીનું નામ આપવાનો થતો નથી. વાસ્તવમાં આઇઆઇટીની મદદથી તેના જેવી નવી જ ક્વોલિટી શિક્ષણ સંસ્થાઓ સર્જવી જોઈએ. આ રીતે વધુને વધુ ગુણવત્તાસભર સંસ્થાઓ સર્જી શકાય.
છઠ્ઠુ પ્રાથમિક શિક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે. ટેક્નોલોજીની મદદથી તેને રિડિઝાઇન કરવાની છૂટ આપવી જોઈએ. આપણે દરેક ગામે કંઈ ટોચના શિક્ષક ન આપી શકીએ. આપણી પાસે હવે 4જી નેટવર્ક છે. આથી દિલ્હીના ટોચના શિક્ષક ગામમાં ભણતા વિદ્યાર્થીને શીખવી શકે છે. સરકારી સ્કૂલોમાં આ નવુ મોડેલ હોવું જોઈએ.
સાતમુ બજેટ પૂર્વે જાહેર થયેલી આયુષમાન ભારત આરોગ્ય વીમા યોજનાનું વધુને વધુ વિસ્તરણ કરવું જોઈએ. વધુને વધુ ડોક્ટરો અને હોસ્પિટલોને આ પેનલમાં આવરી લેવા જોઈએ. તેમા પણ પાછા બેઝિકથી પ્રીમિયમ સુધીના વિકલ્પ આપવા જોઈએ. સરકારે આ માટે તેમા આવક મર્યાદા વધારવાની પણ છૂટ આપવી જોઈએ.
આઠમુ આપણે મોટા કોર્પોરેટ્સ તેમના હેડક્વાર્ટર નાના ટાઉન્સમાં લઈ જાય તે માટે તેમના નીચા દર ઓફર કરવા જોઈએ. તેના લીધે ત્યાં નોકરી સર્જન થશે અને મેટ્રોમાં ટ્રાફિકની સ્થિતિ હળવી થશે.
નવમુ આ એકમાત્ર સૂચન છે જે રાજકીય લાગી શકે છે. જમીન સંપાદન બિલને નવા સ્વરૂપમાં પુર્નજીવિત કરવુ જોઈએ. તેનું નામ ચોક્કસપણે બદલવું જોઈએ. તે હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે ખાનગી મૂડી અંતરિયાળ કે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચશે નહી ત્યાં સુધી ગ્રામીણ મોરચે હતાશા ઉકેલી નહીં શકાય. બીજો એક માર્ગ ખેડૂતો માટે જો ખેડૂત રહેવું પોષણક્ષમ ન હોય તો રોજગારીની ઓફરનો છે.
બજેટ એક રીતે બિનજરૂરી અને દેશ પર કોઈપણ અસર વગરની કવાયત પણ બનીને રહી શકે અથવા તો ફક્ત નીતિગત જાહેરાત થઈ શકે અથવા તો તે દેશના અર્થતંત્રને નવો ઓપ આપી શકે. આગામી બજેટ સરકાર પર અંતિમ વર્ષે નોંધપાત્ર પ્રભાવ પાડશે.