- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : વર્ષ 2017-18માં લગભગ 2.1% અશિક્ષિત શહેરી પુરુષો બેરોજગાર હતા તેમજ લગભગ 9.2% સેકન્ડરી એજ્યુકેશન મેળવી ચૂકેલ પુરુષો પાસે નોકરી નહોતી. શહેરી મહિલાઓમાં આ અંતર વધારે હતું. અહીં 0.8% અશિક્ષિત મહિલાઓ પાસે નોકરી નહોતી તેમજ 20% સેકન્ડરી અથવા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત મહિલાઓ પણ બેરોજગાર હતી. NSO દ્વારા જાહેર કરવામાં આવેલ પિરીયોડીક લેબર ફોર્સ સર્વે અનુસાર શહેરી મહિલાઓ જેઓએ મિડલ સ્કૂલ એજ્યુકેશન અથવા સેકન્ડરી સ્કૂલ અથવા તેનાથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેમાં બેરોજગારીનો દર ચારગણો વધી ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પેટર્ન જોવા મળી રહી છે.
બેરોજગારીનો દર ફક્ત શિક્ષણ સ્તર પર જ નથી ઘટ્યો પરંતુ તે સમય સાથે આગળ વધ્યો છે. NSO દ્વારા જાહેર કરાયેલ ડેટામાં 2004-5, 2009-10 અને 2011-12નો ડેટા પણ સામેલ છે. જો કે તેમાં કહેવામાં આવ્યું છે કે પાછલાં આંકડાઓની સરખામણી 2017-18ના આંકડાઓ સાથે ના કરવી જોઈએ કેમ કે સર્વેની રીતમાં ફેરફાર થયો છે. ચાર વર્ષ દરમિયાન સટીક આંકડાઓમાં સરખામણી ના કરી શકાય પણ મોટા સ્તરે જોવા જઈએ તો અહીં સ્પષ્ટ થાય છે કે શિક્ષણની સાથે બેરોજગારીનો દર પણ વધ્યો છે.
ચીફ સ્ટેટિસ્ટિશયન ઓફ ઇન્ડિયા પ્રણબ સેને કહ્યું હતું કે આ આશ્ચર્યની વાત નથી, અમે થોડા સમયથી વધી રહેલ શિક્ષિત બેરોજગારી દર વિશે જાણ્યું છે. આ ફક્ત સત્તાવાર પૃષ્ટિ છે. SBIનાં ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિનાં જણાવ્યાં અનુસાર સંભવ છે કે ઓછી વય ધરાવતા લોકો અથવા તો શિક્ષિત શહેરી યુવાનો 23થી 24 વર્ષ પુરા કર્યા અગાઉ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પહેલા નોકરી કરતાં નથી. આ સર્વેમાં 15-29 વયજૂથના લોકોને યુવાન માનવામાં આવ્યા છે.