- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : છેલ્લા એક મહિનાથી અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં તેજી આવી રહી છે. સાથે જ છેલ્લા ત્રણ મહિનાની એંશિયાની સૈથી મજબુત કરેંશી બની પરંતુ ચુંટણીના રીઝલ્ટ બાદ આમાં કમઝોરી આવવાની શક્યતા છે.અને જો એવુ થશે તો દેશમાં મોંઘવારી વધી
શું કહે છે આંકડા
1 ન્યુઝ એજેંન્સીઓના રીપોર્ટ અનુસાર પાછળની કેટલીક ચુંટણીઓ બાદ ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ નબળો પડ્યો.પરંતુ 2014માં આવુ ન થયું,માટે અર્થશાશ્ત્રીઓનુ માનવું છે કે આ વખતે પણ ચુંટણી બાદ અર્થતંત્ર ડામાડોળ થવાની શક્યતા છે.
2 છેલ્લા નવ વર્ષોથી મે મહિનામાં રૂપિયો નબળો પડ્યો છે. મે મહિનામાં દરેક વખતે થયુ હોવાથી આ વખતે ચુંટણી પણ હોય રૂપિયાના કમજોર થવાની શક્યતા વધુ છે.કારણકે આ દરમિયાન સૈથી વધુ 2.2 ટકા રૂપિયો નબળો પડ્યો છે.
3 રૂપિયો કેવી રીતે પડે છે નબળો
રૂપિયાની કિંમત પુરી રીતે માંગ અને પુરવઠા પર આધારીત છે.તેના પર આયાત અને નિકાસની પણ પડે છે.,દરેક દેશ પાસે બીજા દેશોની મુદ્રાનો ભંડાર હોય છે. જેના દ્વારા તે આયાત-નિકાસ કરે છે.સમયે સમયે રીઝર્વ બેંક આ આંકડા ઓને જાહેર કરે છે.
સામાન્ય માણસ પર શું થશે અસર ?
ભારત લગભગ 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છેરૂપિયો નબળો પડવાથી પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત વધુ મોંઘી બનશે.
તેલ કંપનીઓ પેટ્રોલ ડિઝલની ડોમેસ્ટીક કિંમતોમાં વધારો કરી શકે છે.ડિઝલના ભાવ વધવાથી માલ કેરેજ થવાની શ્કયતા વધી જશે,જેનાથી મોંઘવારી વધવાની શક્યતા છે.આ ઉપરાંત ભારતમાં મોટા સંખ્યામાં ખાધ્ય તેલ અને વિવિધ દાળ આયાત કરવામાં આવે છે.રૂપિયો નબળો પડતા ખાધ્ય તેલ તેમજ દાળની કિંમતોમાં પણ વધારો થઇ શકે છે.
ડોલરના ભાવમાં વધારો થાય તો ફુગાવો વધશે
ડોલરના ભાવમાં વધારો થાય તો ફુગાવો વધે છે - આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે એક યુએસ ડૉલરના ભાવમાં એક રૂપિયાની વૃદ્ધિમાં ઓઇલ કંપનીઓને રૂ .8,000 કરોડનો બોજ મળશે. આનાથી તેમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી જાય છે. પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં 10 ટકાનો વધારાથી ફુગાવો 0.8 ટકા વધી જશે. તેની સીધી અસર ખોરાક અને પરિવહન ખર્ચ પર પડેશે