- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી : દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ઇસરોના પૂર્વ ચેરમેન એ એસ કિરણકુમારે કહ્યુ છે કે ભારતમાં ઓછા ખર્ચે સ્પેર પાર્ટ્સ અને સબ સિસ્ટમ નિર્માણની અપાર ક્ષમતાઓ છે અને ધીરે ધીરે તે દિશામાં આગળ વધી રહ્યુ છે. વિશાળ સ્થાનિક બજારની સાથે સાથે ભારત જેવા ઉભરતા અર્થતંત્રને સ્વદેશી (પૂર્ણ રીતે દેશમાં તૈયાર) વિમાન બનાવવા જોઇએ અને એ સુનિશ્ચિત કરવુ જોઇએ કે તેને પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અંતરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પર નિર્ભર ના રહેવુ જોઇએ.
કિરણ કુમારે કહ્યુ હતુ કે ભારત વિમાન ઉધોગમાં ઉલ્લેખનીય વ્રુદ્ધિ માટે તૈયાર છે. અનેક ભારતીય ઉધોગ અને ખાનગી કંપનીઓ વૈશ્વિક ઉધોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ ઉધોગ અને કંપનીઓ દેશની અંદર નવી ક્ષમતાઓ સ્થાપિત કરી રહ્યા છે. આગામી દિવસો અને વર્ષોમાં એક શાનદાર તક છે,આપણે દેશની ક્ષમતાઓનુ નિર્માણ કરવાની જરૂરીયાત છે.
તેમણે કહ્યુ હતુ કે કંપનીઓ અનુભવી રહી છે કે ભારતમાં ઓછા ખર્ચે સારા સ્પેરપાર્ટ્સ અને પેટા સિસ્ટમ નિર્માણની અપાર ક્ષમતાઓ છે . ભારતે વિમાન વિનિર્માણ ઉધોગને વિક્સિત કરવાનુ શરૂ કરી દેવુ જોઇએ. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીના એક દેશ હોવાથી આપણે અંતરાષ્ટ્રીય સ્ત્રોતો પર નિર્ભર ના રહેવુ જોઇએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત અનેક સ્થાનિક કંપનીઓએ વિમાન નિર્માણ ક્ષેત્રે પણ રસ દાખવ્યો છે.