- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદ: GDPનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર સૌથી વધારે 2004-12 ના ગાળા દરમ્યાન 8.3 ટકા નો રહ્યો હતો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તેના જેટલો વધારો કદી થયો નથી. એમ ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રીએ એક અહેવાલમાં જણાવ્યુ હતુ અને ઊમેર્યું હતું કે GDPનો વૃધ્ધિ દર સાચુ કૌટીલ્યનુઅર્થશાસ્ત્ર નથી.
અર્થશાસ્ત્રીએ વધુમાં જણાવ્યુ હતુ GDPનો સૌથી વધારે વૃધ્ધિ દર 2004-12ના ગાળામાં રહ્યોહતો. આ વિગત નીતિ આયોગે 2017માં યુ. એન.માં જે અહેવાલ મોકલ્યો છે તેમાં પણ સ્વીકારી છે. એ અહેવાલ તેની વેબ સાઈટ ઉપર પણ જોઈ શકાય છે.
ભારતનો GDPનો વૃધ્ધિ દર 1950-80 દરમ્યાન 3.5 ટકા, 1980-2000 દરમ્યાન 5.5 ટકા રહ્યો હતો. 2000-14 દરમ્યાન 7.5 ટકા રહ્યો હતો. હાલની સરકાર 8.3 ટકાએ પહોંચી જાય ત્યાં સુધી તો વર્તમાન સરકારે કઈ કર્યુ એમ કહેવાય જ નહિ.
2004-12ના સમયગાળા દરમ્યાન બે વર્ષ તો વૃધ્ધિ દર 9 ટકાથી પણ વધારે રહ્યો હતો. ત્યાં સુધી તો વર્તમાનસરકાર ક્યારે પહોંચશે કે પહોંચશે કે નહિ એ કહી નહિ શકાય તેમ નથી. GDPનો વૃધ્ધિ દર વધે છે કે ઘટે છે એ મહત્ત્વનું છે તેના કરતાં વધેલ GDP કોના ખિસ્સામાં જાય છે તે વધારે મહત્ત્વનું છે. ય.
ઉત્પાદન કે આવક ના વધે પણ વિકાસ થાય એવું પણ બને. અત્યારના વિકાસથી તો અસમાનતા વધે છે, ગરીબી દૂર થતી નથી અથવા બહુ ધીમે દૂર થાય છે, અને બેકારી વધતી જાય છે. આ સાચું અર્થશાસ્ત્ર નથી. કૌટિલ્ય, રામાયણ કે મહાભારતમાં ન્યાય અને સમાનતા વિશે જે કંઇ કહેવાયું છે તેનાથી તદ્દન વિપરીત દિશામાં મોદી સરકાર વર્તી રહી છે.