- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન અને પછી ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સિંગાપોર અને દુબઈની જેમ નાણાકીય કેન્દ્ર માટે ગિફ્ટી સિટી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ડેવલપરોને ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતાં પણ મોટા વિસ્તારમાં તેને પરિવર્તીત કરવાનું આહવાન અપાયુ હતુ. તેઓએ 100થી પણ વધારે સ્કાયસ્ક્રેપરો બનાવીને ત્યાં દસ લાખથી વધારે નોકરીઓનું સર્જન એક દાયકામાં કરવાનું હતું
પણ આઠ વર્ષ બાદ ગુજરાત ઇનટ્રનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કે ગિફ્ટ સિટી માંડ 9 હજાર નોકરીને ટેકો આપે છે અને 6.2 કરોડ ચોરસ ફૂટની પ્લાન કરવાયેલી જગ્યામાંથી ફક્ત 30 લાખ ચોરસ ફૂટ જ બન્યું છે, એમ કંપનીએ તાજેતરમાં સુપ્રદ કરેલા દસ્તાવેજોમાં જાણવા મળ્યુ છે. હાલમાં 30 લાખ ચોરસ ફૂટનું બાંધકામ જારી છે.
મોદી સરકારના છેલ્લા પાંચ વર્ષના ટેક્સ અને રેગ્યુલેટરી રાહતના પ્રયત્નો છતાં અને બેન્કો તથા બ્રોકરેજિસને ગિફ્ટમાં લાવવા છતાં આ પ્રોજેક્ટ અપેક્ષા મુજબનો રહ્યો ચે. ગિફ્ટનું ભવિષ્ય અનિશ્ચિત છે, તેનું કારણ તેનું મુખ્ય ભાગીદાર નાણાકીય મુશ્કેલીમાં મૂકાયું છે. તેથી બીજા પ્રોજેક્ટ અટવાયા છે. આમ મોદીના શાસનનો બીજો કાળ શરૂ થશે ત્યારે ગિફ્ટમાં નોકરી સર્જનનો પ્રશ્ન પણ મોદી સામે હશે.
ગિફ્ટને મોદીની મહત્વાકાંક્ષી પહેલની અધકચરી નિષ્ફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ અંગે એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ગિફ્ટ વાસ્તવમાં ઇમ્પ્રેક્ટિકેબલ છે, તેમા સ્થળની સાથે કૌશલ્યની ઉપલબ્ધતા જેવી બાબતો અવગણવામાં આવી છે.