- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
opinion
|
April 26, 2019, 1:36 PM
| updated
April 26, 2019, 2:23 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી તેમની ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. મોદીએ આજે વારાણસીમાં સાત કિ.મી. લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન લાખો લોકો જોડાયા હતા. ગાડીનાં રૂફ ઉપર PM નરેન્દ્ર મોદી બેઠા હતા. જ્યારે તેમની પાછળ તેમનાં બે SPGનાં કમાન્ડો બેઠા હતા. મોદી આ રીતે ખુલ્લામાં રોડ શો કરતા હોય ત્યારે SPGનાં કમાન્ડોની જવાબદારી વધી જતી હોય છે. ખાસ કરીને તેવા સમયે જ્યારે લાખો લોકો રસ્તા પર હોય અને નેતા ખુલ્લી ગાડીમાં બેસીને રોડ શો કરતા હોય. આ રોડ શો દરમિયાન PMના કમાન્ડોના હાથમાં ફુલરેકેટ આકારની વસ્તુ જોઈ લોકો આશ્ચર્ય પામ્યા હતા.
SPG બોડીગાર્ડ બન્યા આકર્ષણનું કેન્દ્ર
- વડાપ્રધાન મોદીના એસપીજી બોડીગાર્ડ આમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.
- જ્યારે વડાપ્રધાનનો કાફલો ક્યાંય પહોંચે છે ત્યારે બ્લેક ગોગલ્સ અને હાથમાં બેગ અને હથિયારો સાથે ખુબ જ ચપળતાથી વડાપ્રધાન મોદીની સાથે રહેતા તેમના બોડીગાર્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.
- જો કે આ રોડશોમાં આ બોડીગાર્ડસે હાથમાં પહેરેલ એક વસ્તું લોકોને ઉડીને આંખે વળગી હતી.
કમાન્ડોમાં હાથમાં હેન્ડપંચ જેવી બેગ
- PMના બોડીગાર્ડના હાથમાં હેન્ડપંચ બેગ જેવી પહેરેલી તે વસ્તું બુલેટપ્રુફ ગાર્ડ હતા.
- જી હાં આ બુલેટ ગાર્ડ જ્યારે એક એસપીજી કમાન્ડોનાં હાથમાં હોય ત્યારે તે નેતાનું અભેદ્ય કવચ બની જાય છે.
- રોડ શો દરમિયાન કોઇ પણ નેતાએ બુલેટપ્રુફ જેકેટ પહેરાવવું શક્ય હોતું નથી કારણ કે તેના કારણે ખોટો મેસેજ જાય છે.
- ઉપરાંત અયોગ્ય પણ લાગે છે. જેથી એસપીજી કમાન્ડો આ પ્રકારનાં બુલેટપ્રુફ ગાર્ડ હાથમાં પહેરે છે.
- જો અચાનક જો કોઇ ગોળી આવે તો નેતાનાં માથા આડે તે ગાર્ડ ધરી શકાય અને તેને ઝડપથી ગાડીની અંદર બેસાડી શકાય.
- આ ઉપરાંત આ ગાર્ડ નેતાને તમામ પ્રકારે ગાર્ડ કરે છે પછી તે જુતુ હોય કે કોઇ પણ નેતા તરફ આવતા પદાર્થને રોકવા માટે હોય છે. આ ગાર્ડથી નેતાઓની સુરક્ષા જળવાઈ રહે છે.
Read More:
Elections 2019
PM Narendra Modi
SPG Commando
Bodyguard
Varanasi
Road shows
Bullet proof Guard
PM Modi Varansi Road Show
Web Title: Full Racket shaped item in PM's commando hands, Learn what it is
Latest