- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કેંદ્ર સરકારે 2016માં 8 નવેમ્બરની રાત્રે નોટબંધી જેવો કઠોર નિર્ણય લીધો હતો જેનો ઉદેશ્ય દેશમાં 500 રૂપિયા તેમજ 1,000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણયની ઘોષણા કરતા કહ્યું કે આતંકવાદ, નકસલવાદ, કાળા ધન તેમજ નકલી નોટોના કારોબારને નિયંત્રિત કરવા તેઓ નોટબંધી જેવું પગલું લેવા જઈ રહ્યા છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં નોટબંધી જેવા કઠોર નિર્ણય બાદ તેના આગામી વર્ષ 2017ની 1લી જુલાઈએ સરકારે કર સુધારાની દિશામાં અપ્રત્યક્ષ કરની નવી વ્યવસ્થા માટે વસ્તુ તેમજ સેવા કર (જીએસટી) જેવો નિયમ લાદ્યો. જો કે વિપક્ષી પાર્ટીઓએ સરકારના આ બંને નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. નોટબંધી બાદ દેશવાસીઓને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રજાની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી વિપક્ષીદળોએ કેંદ્રમાં સત્તાસીન મોદી સરકાર પર ત્રણ તલાક સુધી વારંવાર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે બીજેપીએ નોટબંધીની આડશમાં બહુ મોટું કૌભાંડ કર્યું છે.
ભારતીય રીઝર્વ બેંક (RBI) ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને પણ સરકારના નોટબંધીના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો. રાજને નોટબંધી સંબંધિત સરકારની ટીકા કરતા કહ્યું કે સરકારના આ નિર્ણયથી દેશમાં લાખો લોકો બેરોજગાર બન્યા.
મોદી સરકારે નોટબંધી જેવો જ નિર્ણય જીએસટી ટેક્સ લાગુ કરવામાં લીધો જેની દેશભરમાં અનેક નાના-મોટા વેપારીઓએ આલોચના કરી હતી. જીએસટી નિયમ લાગુ થવાથી નાના-મોટા વેપારીઓને શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ પડી હતી. આ નિયમ લાગુ કરવા બાબતે પણ પક્ષે મોદી પર નિશાન સાધતા કહ્યું કે સરકારે ઉતાવળિયો નિર્ણય લીધો છે. જો કે જીએસટી હેઠળની જે વિષમ પરિસ્થિતિઓ હતી ધીરે ધીરે તેના પર કંટ્રોલ કરવામાં સરકાર સફળ થઈ.
સરકારને નોટબંધી અને જીએસટી જેવા નિયમથી ફાયદો થયો કે નુકસાન ? આ અંગે હાલમાં વધુ ચર્ચા થઈ રહી છે. મોદી સરકારની જીત પાછળ આવા કઠોર નિર્ણય જવાબદાર છે તેવું નિષ્ણાતોનું માનવું છે.