- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : આર્થિક ઉદારીકરણનાં 22 વર્ષ બાદ 6.1 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું જેમાંથી 90% નોકરીઓ અસંગઠિત ક્ષેત્રની હતી. NSSO દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. ઉદારીકરણનો ઉદ્દેશ ગરીબીને ઘટાડીને દેશવાસીઓનું જીવનધોરણ ઊંચું લઇ જવાનું હતું. આ ઉપરાંત અસંગઠિત કૃષિ ક્ષેત્રને સંગઠિત ક્ષેત્રમાં લઈ જવાનું તે હજુ સુધી શક્ય નથી બન્યું. વર્ષ 1999-2000માં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સંખ્યા 34.12 કરોડ હતી જે વર્ષ 2011-12માં વધીને 38.60 કરોડ થઇ છે. એટલે કે 13 વર્ષના સમયગાળામાં 13%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત આ જ સમયગાળા દરમિયાન સંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સંખ્યા 81.5% વધીને 2 કરોડથી વધીને 3.7 કરોડ થઇ ગઈ છે.
જો કે સંગઠિત ક્ષેત્રમાં વર્ષ 1999-2000 દરમિયાન શ્રમિકોની સંખ્યા 6% હતી જે 2011-12માં વધીને 9% થઇ ગઈ. આ દર્શાવે છે કે સંગઠિત ક્ષેત્રમાં જે નોકરીઓ પેદા થઇ હતી તે મુખ્ય રૂપથી અસંગઠિત ક્ષેત્રની હતી. આ શ્રમિકો પાસે કોઈ સામાજિક કે આર્થિક સુરક્ષા કવચ નહોતું. દિલ્હી સ્થિત આર્થિક નીતિ થિન્ક ટેન્ક ICRIERના જાન્યુઆરી 2019ના રિપોર્ટ મુજબ સંગઠિત મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં કુલ નોકરીઓ 78% વધીને 1.37 કરોડ થઇ છે તેમજ કુલ રોજગારમાં કોન્ટ્રાક્ટ કામદારોનો હિસ્સો વધ્યો હતો.આ ઉપરાંત સીધા કામ પર રાખનારા શ્રમિકોની સંખ્યા 10.8% ઘટીને 50.4% થઇ ગઈ છે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા મધ્યમથ ટૂંકા સમયગાળા માટે અસંગઠિત શ્રમિકો અને સ્થાઈ કર્મચારીઓને સીધા જ નિયુક્ત કરી રહી છે. આ સીધી નિયુક્તિથી શ્રમિકોને ઓછું વેતન મળે છે તેમજ નોકરીની કોઈપણ જાતની સુરક્ષા હોતી નથી.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઈઝેશન અને વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ ઓર્ગનાઈઝેશને અસંગઠિત ક્ષેત્રના રોજગારની પ્રાધાન્યતાને નીચા જીવનધોરણ તરીકે ઓળખાવ્યું છે. જો કે અમુક અર્થશાસ્ત્રીઓના મતે બેરોજગાર રહેવા કરતા કોઈપણ પ્રકારની રોજગારી મેળવવી સારી છે.
કોલકાતા યુનિવર્સિટી દ્વારા 2018માં કરાયેલ સમગ્ર ભારતના અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના અભ્યાસ મુજબ, 2012 માં અડધાથી વધુ અનૌપચારિક ક્ષેત્રના કર્મચારીઓ સ્વરોજગારી ધરાવતા હતા તેમજ 30% લોકો દૈનિક મજૂરો હતા. આ ઉપરાંત 18% નિયમિત કમદારો હતા જેમાંથી 8% લોકો પાસે સામાજિક સુરક્ષાની સાથે સાથે કાયમી નોકરી ધરાવતાં હતા. વર્ષ 2004-05થી 2009-10 દરમિયાન સંગઠિત ક્ષેત્રોમાં રોજગારની તકોમાં 8.4%નો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ અસંગઠિત ક્ષેત્રમાં 199-2000 દરમિયાન 32%, 2004-05માં 67% અને 2011-12માં 67% રોજગારની તકો જોવા મળી રહી હતી.
ઇન્ટરનેશનલ ઓર્ગનાઈઝેશન ઓફ સાયટિફિક રિસર્ચ જર્નલ ઓફ બિઝનેસ & મેનેજમેન્ટ દ્વારા થયેલ અભ્યાસ મુજબ ઔપરિચારિક રોજગારી સંગઠિત તેમજ અસંગઠિત એમ બંને ક્ષેત્રોમાં વધી છે. અભ્યાસ મુજબ સંગઠિત ક્ષેત્રોમાં સંગઠિત શ્રમિકોની સંખ્યા 1999માં 38% હતી જે 2011-12માં વધીને 51%એ પહોંચી છે. ઉદારીકરણ બાદ 6.1 કરોડ નોકરીઓ પેદા થઇ જેમાંથી મોટાભાગની નોકરીઓ અસંગઠિત ક્ષેત્રની હતી. 2011-12 માં સર્વિસ સેક્ટરમાં 12.73 કરોડ લોકો નોકરી કરતા હતા તેમાંથી 80% અનૌપચારિક કામદારો હતા.
ભારતમાં કૃષિ ક્ષેત્ર રોજગારની સૌથી વધુ તકો ઉત્પન્ન કરે છે. જો કે વર્ષ 2004-05માં તેની હિસ્સેદારી 58%થી ઘટીને 2011-12માં 49%એ પહોંચી ગઈ છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કુલ રોજગારીમાં હિસ્સેદારી 2004 -05માં 12% હતી જે 2011-12માં 13% થઇ છે. સર્વિસ સેક્ટરમાં પણ રોજગારીની હિસ્સેદારી 10.73 કરોડથી વધીને 12.73 કરોડનો વધારો જોવા મળ્યો છે.
અસંગઠિત ક્ષેત્રનાં જાતિવાર આંકડા જોઈએ તો 1999-2000માં 25.2 કરોડ પુરુષો અને 11.8 કરોડ મહિલાઓ નોંધાઈ હતી. વર્ષ 2009-10માં પુરુષ કર્મચારીઓની સંખ્યા વધીને 27 કરોડ પુરુષોએ પહોંચી હતી જ્યારે મહિલા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન મહિલા કમર્ચારીઓની સંખ્યા 11.8 કરોડથી ઘટીને 10.8 કરોડે પહોંચી ગઈ હતી તેમ NSSOનો રિપોર્ટ જણાવે છે. મહિલાઓ કર્મચારીઓ મુખ્યત્વે ઉત્પાદન, વેપાર, હોટેલ, રેસ્ટોરાં,સેવા, મેન્યુફેક્ચરિંગ અને કૃષિમાં રોકાયેલ છે.
નેશનલ સેમ્પલ સર્વેના 68માં તબક્કામાં મળેલ માહિતી મુજબ પુરુષોની સરખામણી શહેરી અને ગ્રામીણ એમ બંને સ્થળોએ નિવાસ કરતી મહિલાઓ સ્વરોજગારીમાં પુરુષો કરતા આગળ છે. આ ઉપરાંત નિયમિત પગાર ધરાવતા લોકો ગ્રામીણ ક્ષેત્રો કરતા શહેરી ક્ષેત્રોના વધુ છે.
સ્વરોજગારીની વાત કરીએ તો ગ્રામીણ મહિલાઓ 94.4% સાથે ટોચના ક્રમે બિરાજમાન છે. ત્યારબાદ શહેરી મહિલાઓ 57.1% તેમજ શહેરી પુરુષો 56.1% અને ગ્રામીણ પુરુષો 90% સ્વરોજગારી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે 1983 બાદ રોજગારી અને શ્રમમાં મહિલાઓની ભાગીદારી વધી છે પરંતુ મોટાભાગની નોકરીઓ અસંગઠિત ક્ષેત્રની છે તેમ કોલાકાતા વિશ્વવિદ્યાલય,2018ના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે.
ચારુચંદ્ર કોલેજ,કોલકાતાનાં 2018ના રિપોર્ટ મુજબ આકસ્મિક રોજગારમાં ઘટાડો અને શહેરી મહિલાઓના નિયમિત રોજગારમાં વૃદ્ધિ થવી તે આશાસ્પદ છે. આ અભ્યાસ મુજબ નિયમિત વેતન મેળવનાર કર્મચારીઓમાં ગ્રામીણ કર્મચારીઓની કુલ હિસ્સેદારી ફક્ત 7.8% છે જ્યારે શહેરી વિસ્તારમાં કર્મચારીઓની હિસ્સેદારી 56.8% છે.