- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : રોકડ સંકટમાં ઘેરાયેલી જેટ એરવેઝ આખરે કાલે અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ. એરલાઈને પોતાની બધી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રદ્દ કરી અને કાલથી બચેલી 5 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ બંધ કરી દીધી. એક તરફ દેશમાં હવાઈ યાત્રીઓની સંખ્યા તેજીથી વધી રહી છે તો બીજી તરફ ખોટને કારણે ઘણી કંપનીઓ બંધ થઈ ચૂકી છે. છેલ્લા 21 વર્ષમાં દેશમાં 12 એરલાઈન કંપનીઓ બંધ થઈ છે.
કિંગફિશર
સૌથી ચર્ચિત મામલો કિંગફિશરનો છે. લક્ઝરી ફ્લાઈટ્સ માટે લોકપ્રિય રહેલી કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ અને તેનો માલિક વિજય માલ્યા સરકારી બેન્કોની લોન લઈને વિદેશ ભાગી ગયો.
પેરામાઉન્ટ
પેરામાઉન્ટ 2005માં બિઝનેસ ક્લાસના મુસાફરોને ફોકસ કરતી શરૂ થયેલી એરલાઈન્સ કંપનીએ 2010 સુધી ફ્લાઈટ્સ ચલાવી.
વાયુદૂત્ત
બે સરકારી વિમાન કંપનીઓ ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાની જોઈન્ટ વેન્ચર વાયુદૂત્તની શરૂઆત 1981માં થઈ હતી. ક્ષેત્રીય સંપર્ક પર ફોકસ કરતી આ કંપની 1987માં બંધ થઈ ગઈ હતી.
સહારા એરલાઈન્સ
સહારા ગ્રુપે 1991માં આ ક્ષેત્રે પગ રાખ્યા બાદ 2007માં આ કંપનીને જેટ એરવેઝે ખરીદી લીધી હતી.
ઈસ્ટ વેસ્ટ એરલાઈન્સ
આ ભારતની સૌથી પહેલી અમુક પ્રાઈવેટ કંપનીઓમાં સામેલ છે. આ એરલાઈને 1992માં વિમાન સેવાની શરૂઆત કરી, પરંતુ 1995માં મેનેજિંગ ડિરેક્ટર થાકિયુદ્દીન વાહિદની હત્યા અને નાણાકીય મુશ્કેલીઓને કારણે 1996માં કંપનીનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો.
NEPC
ચેન્નાઈ બેઝ્ડ NEPC ગ્રુપે આ એરલાઈન્સની શરૂઆત 1997માં કરી હતી, પરંતુ વધતી ખોટ અને ઉધારીને કારણે કંપનીને 1997માં બંધ કરવી પડી.
એર ડેક્કન
આ એરલાઈન્સની શરૂઆત 2003માં થઈ હતી. આને 2007માં કિંગફિશરે ખરીદી લીધી હતી.
એમડીએલઆર
આ એરલાઈન્સની શરૂઆત ગોપાલ કાંડાએ 2007માં કરી હતી પરંતુ કંપની ફક્ત બે વર્ષ બાદ 2009માં બંધ થઈ ગઈ હતી.
એર પેગાસસ
બેંગલૂરુની આ એરલાઈન્સ કંપનીએ એપ્રિલ 2015માં હવાઈ યાત્રાની શરૂઆત કરી હતી અને એક વર્ષની અંદર જ કંપની આ રેસમાંથી બહાર આવી ગઈ.
દમાનિયા એરલાઈન્સ
પરવેઝ દમાનિયાએ દમાનિયા એરલાઈન્સની શરૂઆત 1993માં કરી હતી અને આ કંપની 1997માં સેવાથી બહાર આવી ગઈ.
મોદીલફ્ટ
1993માં શરૂ થયેલી આ એરલાઈન્સ 1996 સુધી સેવામાં રહી. ત્યાર બાદ અજય સિંહે ખરીદી દીધી અને ફરીથી 2005માં નામ બદલીને સ્પાઈસડેટ કરી દેવામાં આવ્યું. જે હાલમાં કાર્યરત છે.
અર્ચના એરવેઝ
આ એરલાઈનની શરૂઆત 1993માં થઈ હતી અને કંપનીએ વર્ષ 2000માં એરલાઈન બિઝનેસ સમેટી લીધો હતો.