- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : કોરોના મહામારી બાદ ઘર-મકાન અને ઓફિસ- ફ્લેટના વેચાણમાં વધારો થઇ રહ્યો છે પરંતુ બીજી બાજુ લગભગ 5 લાખ મકાનોના બાંધકામનું અધવચ્ચે અટકી ગઇ જેનું મૂલ્ય રૂ. 4.48 લાખ કરોડ છે અને આવા રિયલ્ટી પ્રોજેક્ટ આગામી સમયમાં લોન આપનાર બેન્કો માટે ચિંતાનું કારણ બની શકે છે.
મહામારી બાદ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માંગ-વેચાણ વધતા હાલ રિયલ્ટી સેક્ટરમાં બેન્કોનું એક્સપોઝર ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં મુખ્ય ચિંતા અટકેલા પ્રોજેક્ટ્સની વધતી સંખ્યા છે. જો આ લોન નોન પર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ બની જાય તો તે રિકવરીની દ્રષ્ટિએ બેંકો માટે વધુ એક માથાનો દુખાવો બની શકે છે. જો કે અટકેલા પ્રોજેક્ટોની સંખ્યામાં સતત વધારો થયો તો પરિસ્થિતિ વધુ વકરી શકે છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી એનારોકના એક અહેવાલ અનુસાર, મે 2022ના અંત સુધીમાં દેશના મુખ્ય સાત મેટ્રો માર્કેટમાં રૂ. 4.48 લાખ કરોડની મૂલ્યના લગભગ 5,00,000 મકાનોનું બાંધકામ અધવચ્ચે અટકી ગયુ છે. આવા પ્રોજેક્ટોમાં એનસીઆર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનનો 77 ટકા હિસ્સો છે. તેવી જ રીતે પુનાનો હિસ્સો નવ ટકા અને કોલકાતાનો પાંચ ટકા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદનો નવ ટકા હિસ્સો છે.
બેન્કોનું ઘણા વર્ષોથી કોમર્શિયલ રિયલ્ટી સેક્ટરમાં ધિરાણ સતત વધી રહ્યુ છે. ક્રિસિલ રિસર્ચના આંકડા અનુસાર કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં બેંકોનું ધિરાણ નાણાંકીય 2017માં રૂ. 2.35 લાખ કરોડ હતુ જે ત્યારબાદ નાણાંકીય વર્ષ 2019માં વધીને રૂ. 2.56 લાખ કરોડ અને નાણાંકીય વર્ષ 2022માં રૂ. 2.91 લાખ કરોડે પહોંચ્યુ હતુ.
રિયલ એસ્ટેટ સેક્ટર હાલ કાચા માલસામાનના ઉંચા ભાવ, વધી રહેલા વ્યાજદરો જેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જે તેમની બેલેન્સશીટમાં પ્રતિબિંબિત થાય છે.
કોમર્શિયલ રિયલ્ટી સેક્ટરમાં બેન્કોનું ધિરાણ (લાખ કરોડમાં) |
|
નાણાં વર્ષ |
ધિરાણ |
2017 |
રૂ. 2.35 |
2018 |
રૂ. 2.36 |
2019 |
રૂ. 2.56 |
2020 |
રૂ. 2.89 |
2021 |
રૂ. 2.90 |
2022 |
રૂ. 2.91 |