- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

ન્યુયોર્ક : સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર અને દુનિયાના સૌથી મોટા ઘનાઢ્ય એલન મસ્ક વચ્ચેની લડાઇ હવે ‘ભારત’ સુધી પહોંચી ગઇ છે એટલે કે આ વિવાદમાં ભારત સરકારનું નામ આવ્યુ છે. મસ્કના આક્ષેપોના વળતા જવાબમાં ટ્વિટરે Delaware Chancery કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
નોંધનીય છે કે, એલન મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો હતો જો કે કેટલાંક કારણોસર તે રદ કર્યો, જેને લઇને ટ્વિટરે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસમાં બંને પક્ષકારોએ પોતાની દલીલો રજૂ કરી હતી. જેમાં મસ્કે ટ્વિટર પર કેટલાંક આક્ષેપો- આરોપો લગાવ્યા હતા, જેમાં ભારત સરકાર સાથે ટ્વિટરના ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કર્યો હતો.
હકીકતમાં એલોન મસ્કે આ કેસમાં કહ્યુ કે, ટ્વિટરને ખરીદવા માટે તેમની ‘આંખમાં ધૂળ નાંખવામાં’ આવી હતી. તેમણે જણાવ્યુ કે, ટ્વિટર ભારત સરકાર સાથે ચાલી રહેલા કેસ અને તપાસ અંગે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે.
ટ્વિટરે પોતાના ત્રીજા સૌથી મોટા બજારને જોખમમાં મુક્યુ છે. કંપનીએ ભારત સરકારના નિયમો- નિર્દેશોનું ઉલ્લંઘન કર્યુ છે. મસ્કે પોતાના પ્રત્યુત્તરમાં જણાવ્યુ કે, ભારતના આઇટી મંત્રાલયે 2021માં કેટલાંક નિયમો બનાવ્યા હતા.
આ નિયમો હેઠળ ભારત સરકાર સોશિયલ મીડિયામાં થતી પોસ્ટની તપાસ, ઓળખ સંબંધિત માહિતીઓ માંગી શકે છે અને આદેશનું પાલન કરનાર કંપનીઓ વિરુદ્ધ કેસ પણ કરે શકે છે.
આ વિવાદમાં ‘ભારત’નું નામ કેમ આવ્યુ
ટ્વિટર માટે ભારત ત્રીજું સૌથી મોટુ માર્કેટ છે. આથી સરકાર દ્વારા આવી તપાસ કાર્યવાહી પગલે દેશમાં સોશિયલ મીડિયા સસ્પેન્ડ પણ થઇ શખે છે અથવા તેમની સર્વિસ રોકવામાં પણ આવી શકે છે.
6 જુલાઇ, 2022ના રોજ ટ્વિટરે ભારત સરકારની વિરુદ્ધ અદાલમાં અપીલ કરી હતી, જ્યાં તેણે સરકારની માંગણીઓને પડકારી હતી. એટલે કે ટ્વિટર મર્જર એગ્રીમેન્ટ સાઇન કરતા વખતે તપાસના દાયરામાં હતું અને સરકારને કાયદાકીય પડકાર ફેંક્યો હતો.
શા માટે ટ્વિટરને ખરીદવામાં મસ્કે કરી પાછી પાની?
થોડાંક સપ્તાહ પહેલા જ એલન મસ્કે ટ્વિટરને ખરીદવાનો સોદો રદ કર્યાની ઘોષણા કરી હતી. તેમણે ટ્વિટર પર આરોપ મૂક્યો કે કંપની પ્લેટફોર્મ પર બોટ એકાઉન્ટર એટલે કે ફેક એકાઉન્ટની સંખ્યા કેટલી છે તેની માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. મસ્કે જણાવ્યુ કે, ટ્વિટરે જેટલા ફેક એકાઉન્ટ જણાવ્યા છે, તેના કરતા આ સંખ્યા ઘણી વધારે છે.
ઉલ્લેખનીય છે કે, ટ્વિટર આ સોદો પાર પાડવામાં તમામ પ્રયાસ કરી રહ્યુ છે. બંને કંપનીઓ વચ્ચે થયેલા સોદા મુજબ જો કોઇ પણ પાર્ટી આ ડીલમાંથી પીછેહટ કરે તો તેણે 1 અબજ ડોલરનો દંડ ચૂકવવો પડશે. હાલ એ વાત સ્પષ્ટ નથી કે કોઇ દંડ ચૂકવશે. હવે આ સોદા અંગેનો અંતિમ ચુકાદો અદાલત કરશે.