- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઓફશોર સપ્લાઈ વેસલ કોસ્ટલ જગુઆર જહાજમાં સવારે ભીષણ આગ લાગી હતી. સવારે અચાનક જ જહાજમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.
થોડીવારમાં આગની જ્વાળાઓએ સમગ્ર શિપને પોતાની ચપેટમાં લઈ લીધુ. જે સમયે શિપ પર આગ લાગી તે સમયે શિપ પર 29 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. આગ લાગ્યા બાદ તમામે ઊંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી.
ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 29 લોકોને બચાવી લીધા. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. તેની શોધ ચાલુ છે. આગની ઘટના સવારે 11.30 કલાકની છે. ઘટના અંગે જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ભારતીય તટરક્ષક બળની ટીમે 28 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ થયો છે. જેની શોધખોળ ચાલુ છે.
Web Title: Visakhapatnam : Massive fire on ship, crew jumps into water to save lives
Latest