- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989માં સંશોધન કર્યો છે. સરકારે કહ્યું કે એક પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ મેમો સહીતના વાહન સંબંધી દસ્તાવેજો રાખવામાં આવશે. આ સિવાય એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે વાહનના દસ્તાવેજો ઈલેક્ટ્રોનિક માધ્યમથી સાચા સાબિત થઇ જાય તો ભૌતિક રીતે તે દસ્તાવેજ સાથે રાખવાની જરૂર નથી.
જાણકારો અનુસાર મીડિયા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે હવેથી અધિકારીઓ પાસે તમારા લાયસન્સને લગતી દરેક જાણકારીઓ ઉપલબ્ધ હશે અને સાથે જ સરકાર જે પોર્ટલ બનાવશે તેમાં બધી જાણકારી રાખવામાં આવશે આટલું જ નહીં સમય સમય પર આ પોર્ટલને અપડેટ પણ કરવામાં આવશે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે મંત્રાલય દ્વારા મોટર વાહન નિયમ 1989ના વિભિન્ન સંશોધન વિશે અધિસૂચના જાહેર કરવામા આવી છે જેમાં વાહનના નિયમોની વધુ સારી દેખરેખ અને પોર્ટલના માધ્યમથી વાહનના વિભિન્ન દસ્તાવેજ અને ઈ-મેમોની જાળવણી કરવામાં આવશે.
એક ઓક્ટોબરથી મોબાઇલ ઉપયોગ નિયમમા ફેરફાર ફાર આવ્યો છે
નિયમમાં ફેરફાર છે કે હવે વાહન ચલાવતી વખતે નેવિગેશન માટે મોબાઇલનો ઉપયોગ કરી શકાશે પણ મોબાઇલનો ઉપયોગ એ રીતે કરવાનો રહેશે કે જેથી વાહન ચલાવામાં ધ્યાન ભંગ ન થાય,જોકે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલથી વાત કરવા પર 1 હજાર થી 5 હજાર સુધી દંડનું પ્રાવધાન છે.