- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : દેશના ખેડૂતોને આર્થિક રાહત આપવા કેન્દ્ર સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના (PM Kisan FPO Yojana)શરૂ કરી છે. આ યોજના અંતર્ગત FPO(Farmer Producer Organization-ખેડૂત ઉત્પાદક સંગઠન) ને રૂ .15 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશના ખેડુતોને ઘણા વધુ લાભ આપવામાં આવશે. આ યોજનામાં ખેડૂતોને ખેતીમાં વ્યવસાયની જેમ લાભ મળશે. આનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 11 ખેડુતોએ પોતાની કૃષિ કંપની (Agricultural Company)અથવા સંસ્થા (Organisation)બનાવવી પડશે.
FPO શું છે?
FPO એટલે ખેડુતોનું એક ગ્રુપ જે કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ છે અને ઉગાડનારાઓના લાભ માટે કામ કરે છે. ઓછામાં ઓછા 11 ખેડૂતોએ સાથે મળીને પોતાની કૃષિ કંપની સ્થાપિત કરવી ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકાર આ સંસ્થાઓને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. ખેડુતોને કોઈપણ વ્યવસાયની જેમ ખેતીમાં ફાયદો થાય તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે.
PM કિસાન FPOની સંપૂર્ણ માહિતી
- આ કેન્દ્ર સરકારની યોજના છે. જેનો મતલબ છે કે દેશના કોઈપણ રાજ્યના ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડુતોએ પોતાની સંસ્થા બનાવવી પડશે.
- જો આ 11 ખેડૂત સંગઠન મેદાન વિસ્તાર(plain area)માં કામ કરે છે, તો તેઓએ ઓછામાં ઓછા 300 ખેડૂતોને તેમની સાથે જોડવું પડશે, જ્યારે ડુંગરાળ પ્રદેશ(hilly Area)ની સંસ્થાએ તેમની સાથે 100 ખેડૂતોને જોડવા પડશે.
- આ સંસ્થા સાથે સંકળાયેલા ખેડુતો માટે ખાતર (fertilizer), બીજ (seeds), દવાઓ (medicines)અને કૃષિ ઉપકરણો (Agricultural Equipment)ખરીદવાનું ખૂબ જ સરળ રહેશે.
- કેન્દ્ર સરકાર આ યોજના પર 2024 સુધીમાં 6,865 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
- આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દરેક FPO એટલે કે ખેડૂત સંગઠનને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. આ રકમ 3 વર્ષમાં આપવામાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખેડુતોને મધ્યસ્થીથી મુક્ત કરવામાં આવશે.
PM Kisan FPO યોજનામાં કેવી રીતે કરશો અપ્લાય
આ યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોએ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે સરકારે હજી નોંધણી પ્રક્રિયા શરૂ કરી નથી. આ યોજના (Application Process) ની અરજી પ્રક્રિયા શરૂ થતાં જ કેન્દ્ર સરકાર એક સૂચના દ્વારા ખેડૂતોને જાણ કરશે.