- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
એવી સરકારી નોકરી જેમાં સાતમાં પગાર પંચના હિસાબે સારી સેલેરી પણ મળે, તેવી નોકરી કોને પસંદ ન હોય... એવી જ સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં સહાયક (Assistant) પદો પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. EPFO કુલ 280 પદો પર ભરતી કરવા ઈચ્છે છે, જેમાં તમામને સાતમાં પગાર પંચ અનુસાર સેલેરી સુનિશ્ચિત કરવામાં આવશે.
EPFOએ આ પદો પર ભરતી માટે ઉમેદવારોની જરૂરી યોગ્યતા નક્કી કરી છે, જે હેઠળ ઓછામાં ઓછી શૈક્ષણિક યોગ્યતા કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા, વિશ્વવિદ્યાલયને સંલગ્ન વિષયમાં સ્નાતક પાસ હોવી જરૂરી છે. 25 જૂન સુધીમાં તમારા ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ જાહેર નહીં થાય તો તમે અરજી કરી શકશો નહીં. અરજી કરનારની ઉંમર 25 જૂન 2019 સુધીમાં ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. ઉંમર મર્યાદામાં છૂટછાટ એસસી-એસટી/ઓબીસી અને અન્ય આરક્ષણ પદો માટે નક્કી કરેલા ધોરણો અનુસાર કરવામાં આવશે. અહીં ક્લિક કરીને તમે તપાસ કરી શકો છો કે, દેશમાં કયા કયા સરકારી વિભાગોમાં કયા કયા પદો પર સરકારી નોકરી બહાર પડી છે. વધુ વિગત જાણવા અહિં ક્લિક કરો
કુલ પદોની સંખ્યા 280
સામાન્ય વર્ગ (113), ઈડબલ્યૂએસ (28), એસસી (42), એસટી (21), ઓબીસી-એનસીએલ (76)
પસંદગીની પ્રક્રિયા : EPFOમાં સહાયક પદ પર પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા ઓનલાઈન થશે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ હેઠળ 44,900 રૂપિયા સેલેરી આપવામાં આવશે. આ ઉપરાંત ડીએ, એચઆરએ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ભથ્થાં અલગથી નિયમાનુસાર આપવામાં આવશે.