- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : દેશભરમાં કચરો ઉપાડનારા, ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, ધોબી અને ખેતમજૂરો જેવા અસંગઠિત ક્ષેત્ર કામદારો માટે મોદી સરકાર 'વડાપ્રધાન શ્રમ યોગી માન ધન યોજના' (PM-SYM) ચલાવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 60 વર્ષની વય પછી વાર્ષિક 36 હજાર રૂપિયા પેન્શન આપે છે. સરકારના આંકડા મુજબ દેશમાં 42 કરોડથી વધુ કામદારો છે, જેમને આ યોજના હેઠળ લાભ મળી શકે છે.
64.5 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
ઉપરાંત સરકાર પીએમ કિસાન મહાધન યોજના અને નાના વેપારી પેન્શન યોજના પણ ચલાવે છે. 6 મે સુધીમાં આ યોજનામાં લગભગ 64.5 લાખ લોકોએ નોંધણી કરાવી છે. તો જાણીએ આ યોજના વિશે... આ યોજના હેઠળ તમે કેવી રીતે નોંધણી કરાવી શકો છો તે પણ અમે તમને જણાવીશું.
असंगठित क्षेत्र के श्रमिकों को प्रधानमंत्री श्रम योगी मान धन योजना से हो रहा है लाभ । pic.twitter.com/lrGs8ECkwm
— Santosh Gangwar (@santoshgangwar) June 6, 2020
યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
કેન્દ્ર સરકારની આ યોજના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે. આ યોજના હેઠળ નોંધણી માટેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉપરાંત ધ્યાનમાં રાખો કે દર મહિને આવક રૂ.15,000થી વધુ ન હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી ?
તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ને EPFO ઈન્ડિયાની વેબસાઇટ પરથી શોધી શકો છો. તેમાં નોંધણી કરાવી શકશો. ઉપરાંત LICની શાખા કચેરી, ESIC, EPFO અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારની લેબર ઓફિસની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છે. કેટલાક રાજ્યોના શ્રમ વિભાગો પણ નોંધણી વધારવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
નોંધણી માટે જરૂરી છે માત્ર ત્રણ દસ્તાવેજ
- આધાર કાર્ડ
- IFSC કોડની સાથે સેવિંગ થવા જનધન એકાઉન્ટ
- મોબાઈસ નંબર
યોજનાનો લાભ કોને ન મળી શકે ?
સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ અથવા કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC)ના સભ્યો અથવા આવકવેરા ભરતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
પ્રીમિયમ કેટલું હશે?
વય પ્રમાણે પ્રીમિયમ લેવામાં આવશે. જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાશે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. 29 વર્ષના વ્યક્તિએ રૂ.100 તેમજ 40 વર્ષના વ્યક્તિએ રૂ.200 જમા કરાવવા પડશે, જે વધુમાં વધુ પ્રીમિયમ છે. તમારે આ રકમ 60 વર્ષની વય સુધી જમા કરાવવાની રહેશે. તમે જેટલું પ્રીમિયમ જમા કરશો, તેટલી જ રકમ સરકાર તમારા નામે જમા કરશે.