- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
ચેન્નઇઃ બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમને દેશના ધનવાનો ઉપર સુપર-રિચ સરચાર્જ લાદતા ગણગણાત શરૂ થયો છે. બજેટમાં શા માટે ધનવાનો ઉપર આ નવો કરબોજ સુપર-રિચ ટેક્સ લાદવામાં આવ્યો તે અંગે સ્પષ્ટતા કરતા નાણાંપ્રધાન સિતારમને જણાવ્યું કે, અતિ સમુદ્ગ ધનવાનો ઉપર લાદવામાં આવેલા સુપર રિત ટેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ લોકોને ઉન્નતિમાં તેમની ભાગીદારી વધારવાનો છે.
ચેન્નઇમાં નાગરધર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ બિઝનેસ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે સિતારમને જણાવ્યું કે, દેશમાં અતિ ધનવાન (સુપર રિચ)ની કેટેગરીમાં 5 હજારથી વધારે લોકો નથી. તેમણે કહ્યું કે કેન્દ્રિય બજેટ 2019-20માં સ્ટાર્ટઅપ્સની મદદ માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે એક વાત પર ભાર આપતા કહ્યું કે, અતિ ધનવાન-પૈસાદાર લોકોએ ગરીબોની મદદ કરવાની સરકારની જવાબદારીમાં ભાગીદાર બનવું જોઇએ.
નાણાં અને રોજગારી સર્જન કરવામાં ભારતીય કોર્પોરેટ સેક્ટરની કામગીરીની પ્રશંસા કરતા નાણાંપ્રધાને કહ્યું કે, વિતેલા 60 વર્ષમાં આપણે પોતાના અધિકારોની વાત કરતા રહીયા પરંતુ ઓછામાં ઓછી જવાબદારી પૂરી કરવામાં આવી છે. ગરીબ લોકોની માટે કોઇ પણ પ્રકારના ફળ કે લાભની ઇચ્છા રાખ્યા વગર પોતાની જવાબદારી પૂર્ણ કરીયે છીએ. આથી જ સરકાર ગરીબ લોકોને મફત શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા સહિત અન્ય લાભો પૂરો પાડે છે.
નોંધનિય છે કે, 5 જુલાઇના રોજ પ્રસ્તાવિત બજેટમાં સિતારમને પોતાના ભાષણમાં વાર્ષિક રૂ. 2થી 5 કરોડની કમાણી કરનાર વ્યક્તિઓ ઉપરના ટેક્સમાં 3 ટકાનો વધારો કરવાનો અને રૂ. 5 કરોડથી વધારે વાર્ષિક કમાણી કરનાર વ્યક્તિઓ ઉપર 7 ટકા ટેક્સ વધુ લાદવાની જાહેરાત કરી હતી. આ વધારાનો ટેક્સ વ્યક્તિગત અને વ્યક્તિઓના સમૂહ કે જેઓ ભાગીદારોના સમૂહ કે વ્યક્તિઓના સંઘ છે તેમને લાગુ થશે.